Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 120] દેશના સ્વર્ગ નરક, પૂણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ કેણે બનાવી? તે કે પરમેશ્વરે. જેન અને અર્જુન વચ્ચે ફરક ત અને મને. નવાળા આખી જોખમદારી પરમેશ્વરને માથે નાખે છે. શિક્ષકે વિદ્યાથીને અભ્યાસ કરાવે. સજજન, દુર્જન, શાહુકારી, દેવાળીયું, નાગરિક, નીતિ, અનીતિ કેને અને કેમ કહેવાય ? તેની રીત-ફાયદા–નુકશાન વગેરે શિક્ષક સમજાવે. તેમાં શિક્ષક તમારી જિંદગીનાં–વર્તનનાં જોખમદાર નહીં, તેની જવાબદારી શિક્ષકને માથે નહીં. પછી તમને ઈષ્ટ લાગે તે રસ્તે જાવ, અને તેની જવાબદારી તમારે જ માથે. તમે સારા કે ખોટા રસ્તે જાવ તેની જવાબદારી શિક્ષકને માથે નહીં. તેનું કામ અસન્માર્ગના દુર્ગણ અને સન્માર્ગના સગુણ સમજાવવા તે જ. તે જ તેની ફરજ. તેમ પરમેશ્વર, આમ કરવાથી પાપ થાય. આમ કરવાથી પૂર્ણ થશે–આમ કરવાથી સંસારમાં રખડવું પડશે–આમ કરવાથી મોક્ષ મળી જશે-એમ બતાવે. પણ જોખમદારી અને જવાબદારી તમારે જ માથે. સૂર્ય ખાડાને ખાડા રૂપે, કકરા-કાંટાને તે રૂપે બતાવશે. ખાડામાં પડતાં સૂર્ય હાથ પકડતું નથી. તેમ જેનેની માન્યતા પ્રમાણે પરમેશ્વર તીર્થકર દેવે, માત્ર ધર્મ બતાવે. રીખવદેવજીની પહેલાં હિંસા કરે તે પાપ થતું ન હતું એમ ન માનવું. તેઓ થયા પછી પાપ લાગે.” તેમ નવું બતાવ્યું નથી, પણ હિંસાદિકથી પાપ લાગે તે વાત અનાદિથી છે, તેથી કેઈપણ વખતે પાપથી વિર મવાથી ધર્મ થાય છે. આ કરાય તેમાં પાપ, આ કરાય તેમાં ધમ થાય, એમ તીર્થંકરદેવે પ્રથમ બતાવ્યું. ધર્મ રસ્તે થાય? તે દુનિયાને માલૂમ ન હતું. તે તીર્થકર દેવેએ બતાવ્યું. કાયદામાં તે હું જાણતું ન હત” એમ કહી છૂટી જવાય છે.