Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 128] દેશનાઆવવાને છે. શતાનિકે કહેવડાવ્યું કે રાજા થયે તે નીતિ અનીતિને ન જાણે?” પણ ઘુવડ દિવસે આંધળા, કેટલાક અતધ રાત્રે ન દેખે, પણ એક એવા હોય કે રાત કે દિવસે કશામાં ન દેખે, કામાંધ-રાત ને દિવસે પણ ન દેખે ! તેમ ચંડ-પ્રદ્યોતન કામાંધ થએલો છે. બસ કહેવડાવ્યું કે–તું ના કહે છે? મારી ઈરછાને તું ના પાડનાર કોણ? મિત્ર અને તાબેદાર રાજાઓને ભેગા ક્ય. દુનિયામાં જ્યાં પક્ષ આવ્યું ત્યાં ન્યાય અન્યાય નહીં જોતાં પક્ષગીરી જ જોવાય છે. સામાન્ય કરી જનતામાં અને વિશેષે કરી રાજમાં અન્યાય ને ન્યાય માનવામાં પણ વાં આવતો નથી! ૧૪ની લડાઈમાં ખૂનીને પક્ષકાર બન્યા હતા. એસ્ટ્રેલીયાના શાહજાદાના ખૂનમાં લડાઈ થઈ, તેમાં એસ્ટેટ લીયાના રાજાને ન્યાય આપવાના પક્ષમાં જ સહુએ ઊભા રહેવું ઘટે પણ આધીનતા હોય, બંધને હોય, ત્યાં ન્યાયાખ્યાયને અવકાશ નથી. તેમ ચંડપ્રદ્યોતને પારકી રાણી પડાવી લેવા તૈયારી કરી તે વખતે આધીન રાજાઓને સાથે લડાઈ કરવા નીક ળવું પડ્યું. 14 મુગટબદ્ધ રાજાએ સાથે વત્સદેશમાં લડવા આવવું પડ્યું. મગજમાં વિચારે ! કઈ સ્થિતિ ? અન્યાયને રાફ ફાટવામાં કંઈ બાકી રહે છે? ચડ્યા વસંદેશે આવ્યા. શતાનિકમાં તેની સામે લડી લ્ય તેટલી તાકાત હતી નહીં. ભય લાગે. અતિસાર થે. રાતોરાત શતાનિક કાળ કરી ગયે. હવે મૃગાવતી, મહારાજા ચેડાની પુત્રી, સતીમાં શિરમણી, તેણીએ દેખ્યું કે–મારે માલિક ગયો. આવા હુમલા વખતે રાણ નિરાધાર લૌકિક નીતિમાં કહેવાય છે કે તેઓ ખરેખર ભૂખ છે, પરાભવ પામવા સરજાએલા છે.” કેણ? સામે પ્રપંચ કરે તેને પ્રપંચ જેઓ પ્રપંચથી તેડી નાખે નહિ તે