Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 118] દેશના દેશનાતાંબું કરવા બેસતું નથી. 5, સોનું, મેતી, હીરા બનાવટી કરે છે? કેમ? ધૂળમાં કચરાની બનાવટ કેમ નહીં? કીંમત નથી, અર્થાત્ કિમતી પદાર્થોની પાછળ જ નકલી પદાર્થોને દોડે. એ ઉપરથી સમજવાનું છે કે-જે મનુષ્ય કીંમતી પદાર્થ લેવા માટે કેડ બાંધી હોય તેણે નકલી પદાર્થથી બચવા માટે કેડ બાંધવી જ પડે. તેમ કેડન બાંધે તે પરિણામ શું આવે? ધર્મપરીક્ષામાં ભૂલ્યા તે ભવભવ રખડયા. શાક લેવા ગયા ને ભૂલ ખાધી તે એક ટંકનું ભોજન બગડે, લુગડા લેવામાં ભૂલ ખાધી તે એક વાત બગડે. બાયડી લેવા ગયા ને ભૂલ ખાધી, તે ભવ બગડે. પણ ધર્મ લેવામાં ભૂલ ખાધી તે ભવ બગડે. આપણે ધર્મના અથ થયા પણ જે ધર્મની ખેજમાં ભૂલ ખાધી, નકલી ધર્મથી ન બચ્યા તે ભવને બગાડે. આગળ જણાવી ગયા કે—કીંમતી ચીજ પાછળજ નીને દરેડે, ઈરટેશન થયાં તેથી ઝવેરાતને ધંધે છેડી નથી દીધું. “ઝગડામાં આપણે ન પડીએ, વિરોધ દેખાય તે પડવું જ નહીં તે હીરોની જોડે પિોખરાજનું વિરોધપણું છે, તેથી શું ઝવેરીએ ઝવેરીપણું છોડી દેવું ? બનાવટી હીરા, મેતી, ચાંદી નીકળ્યા તે વેપાર છેડી દેવાને ? તેમ ધર્મના ભેદે દેખી “કઈ ધર્મ કંઈ કહે છે અને કોઈ ધર્મ કંઈ કહે છે, માટે આપણે ધર્મની પંચાતમાં ઉતરવું જ નહીં એને અર્થ શે! એક જ કલચર ઇમીટેશન દેખી ઝવેરીપણું છેડી દેવું કે–વધારે સાવચેત થવું ? પરીક્ષા કરવા માટે તૈયાર થવું જોઈએ. પરીક્ષા કરી સાચું ગ્રહણ કરવા તૈયાર થવું જોઈએ. લગીર સીધી દષ્ટિએ વિચારે કે–તમારી નજરે તમને ધર્મનું કીંમતીપણું ખ્યાલમાં આવશે ! જે માલની ઘરાકી વધારે થાય