Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 80] દેશના એક બહુરૂપી, રાજા પાસે ગયા છે. પહેલે દહાડે રૂપ-વેષ દેખી રાજાએ તેને દાન ન આપ્યું. હેતુ એ હતું કે અત્યારે દાન આપીશ તે બીજી કળા નહીં બતાવે. બીજે દિવસે બીજે વર્ષો પહેરી આવ્ય, રાજા ખુશ થયા, છતાં દાન ન આપ્યું. તેમ તે બહુરૂપીએ 99 વેષ કાઢ્યા છતાં રાજાએ દાન ન આપ્યું. રાજા–સભા ખુશ થાય છે, પણ દાન કેઈ નથી આપતું. રાજાનાં દાન વગર બીજા પણ દાન નથી આપતા. બીજા આપે તેમાં રાજાનું અપમાન ગણાય. બહુરૂપી ગામાંતરમાં ફરતા ફરતે ધર્મશાળામાં ઉતર્યો. ત્યાં સાધુની કિયા જોઈ-જોયા કરી. બરાબર તેની એકટીંગ શીખી લીધી. હવે. સાધુ પાસેથી કળા લીધી છે, તે બતાવું. સાધુ બનીને આવ્યો, સભાને ખુશ કરી. કહ્યું કે–રાજાજી હવે આ છેલ્લો વેષ છે, નહીંતર કાલે જઈશ, માટે આપવું હોય તે આપ. રાજાએ હ્યું-ઊભા રહે. નેકરને કહ્યું કે-દશ હજાર રૂપીયા થાળમાં ભરીને લાવ. રાજા દશ હજાર રૂપિયા આપે છે. “ઉં હું કરી બહુપી ચાલ્યું ગયે વેષ પલટીને આવ્યો. હવે જે આપવું હોય તે આપ. રાજાએ કહ્યું–તે વખતે કેમ ન લીધું. ? તે વેષમાં લઉં તે વેષ લજવાય. હવે જે દેવું હોય તે દે. પછી રાજાએ દાન આપ્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી કહે છે કે–જિનેશ્વર સિવાયના દેવ, નાટકીયા દેવ બનવાનું પણ શીખ્યા નથી. નાટકીયે દેવ બને તે દેવનું પૂરું સ્વરૂપ તે લે છે? નામ તરીકે રામ-લક્ષમણસીતાની મૂર્તિ હય, રાધા કૃષ્ણની મૂર્તિ હેય તે સંસારી સિવાય બીજું છે? દેવપણામાં સીતા-રાધાની મૂર્તિ જેડે રાખીને બેસે છે? આરંભ પરિગ્રહમાં લીન રહે તે મેક્ષે જાય ? ક્રોધાદિક, વિષયાદિકમાં ડુબેલે મોક્ષે જાય તેમકે ઈ શાસ્ત્રકાર કહેતા નથી,