Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દશમી [91 સંગ્રહ, જાય ત્યાં નાચે. “ભગવાનને સાક્ષાત્ દેખું છું. નાક આડું હતું ત્યાં સુધી દેખતે ન હતો. ગયા પછી જ દેખાય છે.” એમ નાચતે જાય ને કહેતે જાય. આજકાલ માર્ગથી ખસેલ સ્થાનકવાસીમાંથી પણ ખસ્યા ત્યારે હવે મને સમ્યગજ્ઞાન થયું” એમ કાનજી સેનગઢમાં હે જ છે ને? એક પગથિયું ચૂકી સ્થાનક વાસીમાં રહ્યા હતા, ત્યાં સુધી એક પગથિયું ચૂક્યા. પછી સ્થાનક્વાસીમાંથી નવે પંથ કાઢ્યો એટલે હવે નહીં ત્રણમાં તેરમાં જેવું થયું. નહિ શ્વેતામ્બરમાં–નહિં રથાનકવાસીમાં કે નહિં દિગમ્બરમાં ! અને મને જ્ઞાન થયું છે! નાક હતું ત્યાં સુધી ભગવાનનાં દર્શન થતાં ન હતાં. ગયા પછી મને જ્ઞાન થયું, ભગવાનના દર્શન થાય છે. સપડાવીને તેમાં નાખનારે જોઈએ. ચેરેનું, જુગારીઓનું, રંડી વેશ્યાઓનું કદિ નખેદ ગયું? દેખીતા ખરાબ છતાં તેનું નખેદ જાય છે? હૈયાપુટા આત્માએ દુનિયામાં નથી એમ નહિં, હૈયાં ફેડનારા મળવા જોઈએ. પેલા નાકકટ્ટાને તેમ કહેતા જોઈને એક જણને થયું કેઆપણે ય કપાવીએ! ત્રીજાએ દેખ્યું કે-બેએ કપાવ્યું, તેથી ત્રીજા ચેથા એમ હજારેએ નાક કપાવ્યું અને નાકકટ્ટાઓની ટેળી ઊભી થઈ ! નાક ન કપાવે તે ઈશ્વરનાં દર્શનની બહાર આમ નાસ્તિકનું છે. “તેઓ તપસ્યાને કર્મના ક્ષયનું સાધન માને ધર્મને પરભવન બેંક માને તે જૂની ઘરેથી ઘસાએલા રૂઢીચુસ્ત ઓર્થોડેકસ [orthodox]". આવા શબ્દો વાપરી માર્ગમાં રહેલાને ભરમાવે છે. આમ નાસ્તિકે ઉત્પન્ન થયા. “હુંએ વસ્તુ એકેન્દ્રિમાંથી પંચેન્દ્રિય ઢેરઢાંખરમાં પણ છે. ચેતના તરીકે તે તે બધામાં જીવ રહેલું છે એમ માને છતાં પરકાદિ નથી એવી જેની બુદ્ધિ તેનું નામ નાસ્તિક. સંસારમાંથી તીર્થકરની