Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ તેરમી [15 પણ આયુષ્ય બાંધવા માટે એક સાથે બે ભવનાં દળીયાં ન હોય. વધારે જાતનાં દળીયાં ન હોય. આયુષ્ય એક જ ભવનું બંધાય. વિમાનિકનું જ બધે. આપ આપ આવી ગયું કે સમ્યક્ત્વવાસિત થયે તે જવ, બધે તે વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. પહેલાં આયુષ્ય બાંધ્યું ન હોય. સમ્યત્વથી ખસેલે ન હોય. વૈમાનિક શબ્દ એટલા માટે વાપર્યો કે એનાથી હલકું આયુષ્ય ન બાંધે. સમ્યક્ત્વવાળે જીવ વૈમાનિકનું જ અયુષ્ય બધે. આયુષ્યને બંધ ક્યારે પડે? આ નિર્ણય એક બાજુ રાખી બીજે વિચાર કરીએ. આયુબંધને સમય નિર્ણય કર્યો? શાસ્ત્રકારે અમુક કલાકે આયુષ્ય બાંધવાનું છે, તે નિર્ણય નથી કર્યો. “તિથિ દિને બંધ હોય તે પ્રયિક વચન છે. તિથિ પણ ગીતાર્થની આચરણાએ આગમત અને આચરિત તિથિ સમજવાની છે. પ્રાયશ્ચિત અને અપ્રાયશ્ચિત સ્થાન પણ–સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી આદિ સૂત્રના આધારે છે. પર્વતથિ આદિએ પણ ધર્મનું પાલન ન કરે, થયેલ પાપનું પ્રાયશ્ચિત ન ત્યે તે જંગલી અને કહેવાતા. અનાર્યો પણ રવિવારના દિવસેએ પિતાના ધંધા છેડીને તે દિવસે ધર્મ કરે છે. તે વાર ઉપર જવાવાળા છે. જેમકે–પાશ્ચાત્યમાં રવિવાર, મુસલમાનમાં શુક્રવાર, જ્યારે હિન્દુને બારે ભાગળ મોકળી ! તે માટે કહે છે કે-આઠમ–ચૌદશ-પુનમને અમાવાસ્યા તે ચાર ખાસ તિથિઓ છે. એ છને ચાર પ કેમ કહે છે? તેનું કારણ એક જ કેઅહીં પુનમ, અમાવાસ્યા સ્વતંત્ર સંજ્ઞા છે, તેમ આઠમ-ચીદશ એ સ્વતંત્ર સંજ્ઞા નથી, વદ–શુદની સંયુક્ત સંજ્ઞા છે. આજે સુદ આઠમ છે એમ કઈ કહેતું નથી. સુદની 14 હોય