Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 34] દેશના દેશનાભાગ્ય, કમાવાનું ખેદાનમેદાન કરું તે મારા જેવે કમનસીબ ક? આ હોય તે જ મનુષ્યપણું મેળવવા લાયક થાય. મધ્યમ ગુણે– આ બે મળ્યા છતાં મનુષ્યનું જીવન સામુદાયિક જીવન. જાનવર એકલું ઉછરે, ઝાડ એક્લે પુષ્ટ થાય. મનુષ્ય એકલે જંગલમાં રહે તે ગાંડે થઈ જાય. જીવનમાં સહકાર માટે જ આ ત્રણ ગુણે. એ ત્રણ ગુણથી ઉત્તમ કે હીન ગુણવાળો હોય તે મનુષ્ય ન થાય. મધ્યમ ગુણવાળો જ મનુષ્ય થાય. ત્રણ ગુણે હેય તે જ મનુષ્યપણું મેળવી શકે. સ્વભાવે પાતળા કપાય, દાનચિપણું, મધ્યમગુણ આ ત્રણ વસ્તુના પેટે-સાટે ફળ તરીકે આપણને મનુષ્યપણું મળેલું છે. જેમ સગીર છોકરાને કીમતી નેક્લેસ પહેરાવ્યો. પણ તે કીંમતી છતાં તેની કીંમતને ખ્યાલ નથી. તમને મનુષ્યપણું કીંમતી મળ્યું, છતાં તેને ખ્યાલ નથી. તેથી તેની વ્યવસ્થા કરવાને તમને હક્ક નથી. મનુષ્યપણાની મુશ્કેલીને ખ્યાલ ન લઈએ તે મનુષ્યપણની વ્યવસ્થા કરવાને આપણને હક્ક નથી, માટે પહેલાં આ ખ્યાલમાં લે કે-જગતમાં જીવે અનંતાનંત ભરેલા છે, પણ જે જીવે આ વસ્તુઓ મેળવી શક્યા નથી તે મનુષ્ય થયા નથી. કોઈની મહેરબાનીથી, દાનથી કે ઝુંટવીને અમે મનુષ્યપણું મેળવ્યું નથી, પરંતુ આ મનુષ્યપણું અમારા કર્તવ્યોનું ફળ છે. એ રીતે આ મનુષ્યપણું મહામુશ્કેલીથી મળ્યું એમ જાણ્યું એટલે તેની કિંમત જાણી. પણ તેને સદુપયેગ, અનુપગ કે દુરુપયેગનાં પરિણામ ન સમજાય ત્યાં સુધી શું થાય ? નાના છોકરે રૂપી શબ્દ સાંભ જે, પણ તે રૂપીયાનું છોકરે કરશે શું? રૂપીયા માટે તે રિસાયે, બાપ થાયે, સમજે છે કે તેને આપવાથી રૂપીએ