Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ નામ ની વાત સંગ્રહ, સાતમી [ 67 મણ આગળ કેવું નુકશાન કરે છે તે સમજાવવું છે. તે વિગેરે સમજવું, તે જ સમકિત. જડ-ચેતન જાણવા સાથે જકડામણ રિક્વાના–તેડવાના રસ્તા જાણવા, ફેર જકડામણ થાય નહીં તે જાણવું, તે વિગેરે તની માન્યતા તે જ સમકિત. માન્યતાનું નામ સમકિત કેમ રાખ્યું? જ્ઞાન સુંદર, વર્તનમાં સુંદરપણું છતાં ત્યાં સમ્યક્ત શબ્દ લાગુ ન કર્યો. સમ્યક્ ચારિત્ર કહીએ ત્યાં પણ સત્વ શબ્દ એક્સી માન્યતામાં લાગુ કરીએ છીએ. માન્યતાના સમ્યક્ષણ વગર જ્ઞાનનું સમ્યફપણું નથી. વ્યવહાર દષ્ટિએ સમ્યકત્વ વગરનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન નથી. માન્યતામાં સમ્યગ હોય તે જ સમ્યગજ્ઞાન. નવ રૈવેયકપણાનું–કેવળીપણાનાં તેલનું ચારિત્ર હોય તે પણ તે ચારિત્ર સમ્યગ નથી. પણ સમ્યક્ત્વ સહિત ચારિત્ર હોય તે જ સમ્યફ ચારિત્ર છે. આમ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રપણું માન્યતાના પ્રભાવનું જ છે. આ નિશ્ચય હોવાથી માત્ર માન્યતાને જ સમ્યત્વ શબ્દ લગાડે છે. શુદ્ધ પદાર્થને મનાવવાવાળું મનુષ્યને જીવને વિચારશીલ બનાવવાવાળું એવું સમ્યક્ત્વ માટે થયે પછી નાગા ફરે તે માણસપણું ચાલ્યું નથી ગયું, પણ તે માણસ ન કહેવાય. તે ઢેર કરતાં પણ ગયો ! ઢેરને અંગે દષ્ટિ ન ફેરવીએ, પણ તેના તરફથી તે દષ્ટિ જરુર ફેરવીએ. આભૂષણ, અલંકાર વગરને મનુષ્ય દષ્ટિએ દેખવા લાયક નથી. સમકિત શેભે ક્યારે? અલંકારે, આભૂષણે હોય ત્યારે શેભે. તે માટે સમ્યક્ત્વનાં આભૂષણે ક્યા? તે અગ્રે–