Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, ચોથી L[27 તેવું શરીર માત્ર બનાવી શકાતું. જગતમાં બધે મકાન મીલક્તમાં ભાગીદારી હોય પણ દુનિયામાં ખેરાકખાતામાં ભાગીદારી ન હેય. શરીરમાં, શ્વાસમાં, આહારમાં ભાગીદારી ન હોય. તે ભાગીદારીમાં રહેવું પડ્યું હતું. અનંતા જીવે એકઠા ન મળે ત્યાંસુધી આહાર, શરીર, ધાસ નહિ. પહેલાની દરેક જીવની આ દશા હતી! તેમાંથી ભવિતવ્યતાયેગે કમ વધારે ન બંધાયા. પહેલાના તૂટ્યા એટલે કંઈક આગળ વધ્યા. વચ્ચે આહાર, શરીર, ધાસ, અનંતા કર્યા, પરંતુ માત્ર ફરક કેટલે? કે દેખાય તેવું હવે શરીર મળ્યું. એમાંથી જ્યારે ઉત્ક્રાંતિ થઈ ત્યારે એક જ જીવે એકજ શરીર મેળવ્યું, તે પણ ન દેખાય તેવું ! તેમાંથી આગળ વધ્યા ત્યારે દેખાય તેવું શરીર મળ્યું. ત્યાં જ્ઞાન માનીએ તે સ્પર્શ જાણી શકે તેટલું જ જ્ઞાન, રસ જાણવાની તાકાત નથી, ઝાડને કડવું કે મીઠું પાણી સીંચે તે પણ પી લેશે. પરિણામ ગમે તે આવે. તેને રસને વિષય જ નથી. રસને વિષય હોય તે જ ખરાબ રસ છેડે ને સારે લે. ઉપશમ કંઈક વધ્યા ત્યારે તે જીવ રસ જાણવાની તાકાતવાળે થયો. તેમાં સંખ્યાતા સાગરેપ સુધી ભટક અથત દરિયામાં પાણી ઉપર અથડાતી ચીજ કઈ વખત આમ કઈ વખત તેમ ફરે, તેમ આ જીવ પણ રસ જાણવાની તાકાતવાળો થયે છતાં અથડાતે રહ્યો. આમ રખડતાં અનંતી પુન્યાઇ વધી ત્યારે ગંધ જાણવાની તાકાત મળી. તેથી અનંતી પુન્યાઈ મળી. એમ કરતાં કરતાં અનંતી પુન્યાઇ વધી ત્યારે રૂપ જાણવાની તાકાત મળી. પછી અનંતી પુન્યાઇ વધી ત્યારે શબ્દ જાણ વાની, પછી વિચાર કરવાની તાકાત વિમળી: નાના બચ્ચાને કેહીનૂરની કિમત ન હોય પણ સમજણું થાય ત્યારે તે