Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર 485 સૂત્રધાર સરખા અને સિદ્ધિના સાધનમાં ધીર એવા 'જિનેશ્વરસૂરિ થયા. તેમના શિષ્ય ગુણવંત એવા “જિનચન્દ્રસૂરિ થયા અને તેમના શિષ્ય અભયદેવસૂરિ ખરતરગચ્છના અધિપતિ થયા. જેઓએ નવ અંગ અને ઔપપાતિક ઉપાંગની વૃત્તિ કરી, તથા બેધની વૃદ્ધિ કરનાર પંચાશકાદિની ટીકા કરી. તેમની પાટે જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિ થયા. તેમની પટ્ટપરંપરામાં સૂર્યસમાન જિનકુશલસૂરિ ગુરુ થયા. તેમના વંશમાં ગુણરૂપમણિના સમુદ્ર, મહાભાગ્યવંત, 1 જિનેશ્વરસૂરિએ વિ. સં. 1080 માં દુર્લભરાજની સભામાં ચૈત્યવાસી આચાર્યોને જીતીને ખરતર બિરુદ મેળવ્યું. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી. 2 જિનચન્દ્રસૂરિએ વિ. 1125 માં સંવેગ રંગશાલા નામે ગ્રન્થની રચના કરી. 3 અભયદેવસૂરિ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. તેમનો જન્મ વિ. સં. ૧૦૭ર માં થે, વિ. સં. 1008 માં આચાર્યપદે નિયુક્ત થયા, અને વિ. સં. ૧૧૩૯માં તેમનો સ્વર્ગવાસ થયો. તેમણે બાર અંગ પૈકી નવ અંગ તથા ઔપપાતિક સૂત્રની ટીકા રચી છે. તેઓ પિતાના ગુરૂ તરીકે જિનચંદ્રસૂરિને નહિ, પણ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને જણાવે છે. જુઓ સ્થાનાંગાદિ સૂત્રની તેમની પ્રશસ્તિ. 4 જિનકુશલસૂરિ (ચૈત્યવદનકુલકની વૃત્તિના કરનાર) ખરતરગચ્છમાં 50 મી પાટે થયા. તેમનો જન્મ વિ. સં. 1337 માં, દીક્ષા ૧૩૪૭માં, આચાર્યપદ 1377 માં અને સ્વર્ગવાસ વિ. સં. 1389 ના ફાગણ વદિ અમાવાસ્યાના દિવસે થયો.