Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશવિરતિ ધર્મારાધક પ્રસંગે { દેશના जिणधम्मो उ जीवाणं, अपुरो कप्पपाययो / सग्गापवग्गसुकखाणं, फलाणं दायगो इमो।। કુટુંબ દેશના શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન દેવેન્દ્રસૂરિજી મહારાજ પિતાના મુખે શ્રાવકનાં કર્તવ્ય જણાવે છે. શ્રાવકે સાંજે કુટુંબ ભેળું કરી ધર્મોપદેશ આપવું જોઈએ. કારણ પિતે તેઓને ધર્મ કરતાં રોક્યા છે. અમુકનાં ઉઘરાણું દુકાનાદિ કાર્યો સેપ્યા. એટલે કે-વ્યાખ્યાન સાંભળવાના વખતે જુદાં જુદાં કાર્યો સેંપ્યાં. આખા કુટુંબને ધર્મશ્રવણ વખતે એ કામ શી રીતે ભળાવું? આડક્તરી રીતે. એ રીતે કુટુંબવર્ગને ધર્મ સાંભળતાં અટકાવ્યો. જે ધર્મ પામી શક્ત, તે વખતે રે. બધાને લઈને ઉપાશ્રયે બેસે તે નિર્વાહ શી રીતે ચાલે? ત્યારે શું કરવું ?તે માટે જે વ્યાખ્યાનમાં ધર્મ સાંભળ્યું હોય, તે સાંજે કુટુંબને સંભળાવે. સેનાધિપતિ કહે કે-લશ્કર મારું કહ્યું નથી માનતું, તે વાત અસંભવિત નથી, પણ તેમાં સેનાધિપતિની નાલાયકી. લશ્કરને કબજામાં ન રાખે તે સેનાધિપતિ શાને? માટે તેમાં વાંક સેનાધિપતિને છે. માસ્તર કે દિવસથી છોકરાને ઘેર ભણાવે છે. એક દિવસ છોકરે કહે છે કેસાંજે આવે ત્યારે આઠ આનાનાં પાન લેતા આવજો. અરે....! હું નોકર છું કે મને આ કામ સેપે છે? શેઠને માસ્તરકહે છે કે—મારું રાજીનામું લે, મારી કિમત ન થાય ત્યાં નોકરી ન કરવી. શું થયું? એમ શેઠ પૂછે છે. આમ કહે છે કે આવે ત્યારે આઠ