Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 2) દેશના - દેશના આનાનાં પાન લેતા આવજે.” શેઠ કહે છે કે આ વાતની મને ખબર પડી હતી તે હું તમને રજા આપતે. પાંચ પાંચ વરસમાં માસ્તરે છોકરાને આટલે જ કેળવ્યાને? જે છેક માસ્તર પાસે ભયે, તે માસ્તરની કિંમત ન સમજી શકે, તે માસ્તરે શું ભણવ્યું? તેમ લશ્કરને માલિક ફરિયાદ કરે કે-મારા કબજામાં લશ્કર નથી, તે તે સેનાધિંપતિની નાલેશી છે. કીંમતી ચીજની નકલ હોય. માટે બચ્ચએને મનુષ્ય જન્મ બગડે, પાખા રસ્તામાં જાય, તે બધે માબાપના અથવા કુટુંબના આગેવાનને માથે દેષ છે. માસિક મહેનત કરે ને કુટુંબ ન સુધરે તે આગેવાન દેષિત નથી, માટે દરેક શ્રાવકને અંગે ફરજ તરીકે જણાવ્યું છે કે–સાંજે આખા કુટુંબને એકઠું કરી ધર્મોપદેશ આપ. પ્રથમ ધર્મમાં સ્થિર કરવા, પછી ધર્મને મહિમા જણવ સ્થિર કરવા માટે આ ગાથાઓ દેવેન્દ્રસૂરિ પિતાના મુખે જણાવે છે. આ ગાથા શ્રાવકના મોંઢાની છે. એટલે કે શ્રાવક આમ પિતાના કુટુંબને કહે છે, એમ કહી શ્રી દેવેન્દ્રસૂરિજી આમ અનુવાદ કરે છે - આ ઉપદેશને વિધાયક શ્રાવક. “વિનધો 3 લીલા જગતમાં ધર્મ એક નથી, અનેક છે. દુનિયામાં કઈપણ નકલી ધૂળ બનાવતું નથી. કેઈ નકલી લેતુ, તાંબું બનાવતા નથી. ચાંદી, સેનું, હીરા, મેતી,નેટે, રૂપિયા નક્કી બનાવે છે. શું ધૂળ, લેટું, તાંબું ના કહે છે કે મને નક્કી ન બનાવીશ? જે વસ્તુ કિમતી છે તેની જ દુનિયા નકલ કરે છે. વસ્તુ વધારે કિંમતી તેમ તેની નકલો વધારે વધારે. અણસમજુ નકલેથી ગભરાય. જેણે સાચે પદાર્થ લે છે તેણે તે નક્કીથી બચવું જોઈએ. પદાર્થ કિંમતી હોય તેમ દુનિયામાં