Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર marino પણ નથી; પરન્તુ સાપેક્ષપણે પ્રમાણ છે અને નિરપેક્ષપણે અપ્રમાણ છે. સિદ્ધાન્તમાં એકાન્ત વિધિ કે નિષેધને ઉપદેશ નથી. પ્રથમ જે પ્રમાણભૂત-કર્તવ્યરૂપ હોય છે તે ગુણની વૃદ્ધિની અપેક્ષાએ ધ્યાનમાં લીન થયેલાને કર્તવ્યરૂપ નથી. જે આધાકર્માદિ દેષસહિત આહારાદિ અક્તવ્યરૂપ છે તે દેશ કાલાદિ તથા ગીતાર્યાદિની અપેક્ષાએ કર્ત વ્યરૂપ છે-ઈત્યાદિ ભગવતીસૂત્રની ટીકાને અનુસારે જાણવું. કહ્યું છે કે"परमरहस्समिसीणं समत्तगणिपिडगहत्थसाराणं / परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं" / / વતુ આ૦ 602. જેણે સમસ્ત ગણિપિટક-દ્વાદશાંગીને સારને અભ્યાસ કરેલ છે એવા ઋષિઓનું પરમ રહસ્ય છે કે ધર્મમાર્ગમાં નિશ્ચયનું અવલંબન કરનારાને પરિણામ એ જ પ્રમાણભૂત છે. પંચવસ્તુમાં “લામ તજુથો નિર્દોષ આહાર આદિ અલ્પ ગો છે,” એમ કહ્યું છે. ઇત્યાદિ બધું વિશેષરહિત-નિરપેક્ષ અપ્રમાણ છે. અન્ય મતમાં કહેલું વચન વિશેષે કરીને સંજિત હેય-સાપેક્ષ હેય તે તે પ્રમાણ છે. એટલે વિષયપરિશોધક નયથી યુક્ત હોય તે તે પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુયેગથી જેલું ન હોય તે અપ્રમાણ છે. તે પાંચમા અંગ-ભાગવતીસૂત્રમાં મડુકશ્રાવકના અધિકારથી જાણવું. કહ્યું છે કે 1 જુઓ ભગવતી શ૦ 18 ઉ૦ 7.