Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 460 સર્વનયાશ્રયણાષ્ટક સત્ય તત્ત્વધર્મને ઉપદેશ કર્યો છે, તથા જેઓના ચિત્તમાં શ્રદ્ધા, જ્ઞાન, રમણતા અને આદરપૂર્વક પરિણમેલ-વ્યાપ્ત થયેલ છે તેઓને પણ પ્રણામ છે. સર્વરે કહેલા માર્ગને ધર્મને અનુસરનારા ધન્ય છે, તે તે ધર્મની પરિણતિવાળા હોય તેને માટે તે શું કહેવું? नमः सर्वज्ञशासनाय। नमः सर्वज्ञमार्गवर्तिपुरुषसंघाय। સર્વજ્ઞના શાસનને નમસ્કાર છે. સર્વજ્ઞના માર્ગમાં વર્તમાન પુરુષસંઘને નમસ્કાર હે. निश्चये व्यवहारे च त्यक्त्वा ज्ञाने च कर्मणि / एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् // 7 // अमूढलक्ष्याः सर्वत्र पक्षपातविवर्जिताः। जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः // 8 // નિશ્ચય નયમાં અને વ્યવહારનયમાં, તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રમ-બ્રાતિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર 1 નિશ્ચયે નિશ્ચય નયમાં. વ્યવહાર વ્યવહારનયમાં. રાને=જ્ઞાનનયમાં ર=અને. વર્મા=ક્રિયાનમાં. ક્ષિવિચ્છેદં એક પક્ષમાં રહેલા બ્રાતિના સ્થાનને. ચવવા=છોડીને. શુદ્ધભૂમિwાં શુદ્ધ ભૂમિકા ઉપર. માતા =ચઢેલા. અમૂઢ =લક્ષ ન ચૂકે એવા. સર્વત્ર બધેય. પક્ષવિવfkતા =પક્ષપાતરહિત. પરમાનન્દમથા =પરમાનન્દરૂપ. સર્વનયાત્રા=સર્વ નયના આશ્રયભૂત. (જ્ઞાની) યક્ત=જયવંતા વર્તે છે.