Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર, 463 સાધુ અહંકાર અને મમત્વનો ત્યાગ કરેલો હેવાથી નિન્ય છે.” એથી જ 9 ક્રિયામાં તત્પર એટલે શાસ્ત્ર વચનાનુસાર ક્રિયાથી ઉત્તીર્ણ થઈ અસંગક્રિયાનિષ્ઠ, તેથી જ 10 આત્મસંતુષ્ટ, તેથી 11 નિર્લેપ-લેપરહિત, નિર્લેપ હોવાથી જ 12 નિસ્પૃહ-સ્પૃહારહિત, અને તેથી જ મુનિ-ભાવ મૌનવત છે. અનાદિ કાળથી પરભાવને અનન્ત વાર આસ્વાદ લેવા છતાં પણ આ જીવ તૃણાથી ઘેરાયેલો હોવાથી અપૂર્ણ– અધુરો રહ્યો છે, તે જ જીવ આત્માના રસને અનુભવ કરવા વડે આત્માના અનન્તસ્વરૂપથી પૂર્ણ થઈ આત્માના અનુભવને બાધા નહિ કરનારા સર્વ ગુણની નિષ્પત્તિમાં પૂર્ણ કહેવાય છે, માટે પૂર્ણતાના સ્વરૂપને જણાવનાર પ્રથમ અષ્ટક છે. - જે પૂર્ણ છે તે જ આત્માના પૂર્ણતાસ્વરૂપમાં મગ્ન થાય છે, એટલે આત્માના અનુભવમાં લીન થાય છે, તે જ લીનતા સ્વરૂપમાં હોય છે, પરભાવમાં લીનતા એ અનન્તા સંસાર પરિભ્રમણનું મૂળ છે. તેથી તેવા પ્રકારની મગ્નતા અનાદિ કાળથી છે, તે તજવા યોગ્ય છે. જે સ્વરૂપમાં મગ્નતા છે તે જ વાસ્તવિક મગ્નતા છે તેથી તેનું પ્રતિપાદન કરવારૂપ બીજું અષ્ટક છે. જે સ્વરૂપમાં મગ્ન છે તે જ સ્થિર હોય છે. અપૂર્ણને ગ્રહણ કરવાની ઈરછાથી ચપલતા થાય છે અને પૂર્ણને કઈ વસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા નહિ હોવાથી સ્થિરતા હોય છે તેથી સ્થિરતાઅષ્ટક કહ્યું છે.