Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 365 ગલે અત્યન્ત ઠોકરો ખાતા જડ મનુષ્યો અત્યન્ત કલેશ પામે છે. જેણે શુદ્ધ માર્ગને જાણ્યું નથી તે અનેક ઉપાયમાં પ્રવૃત્તિ કરે તે પણ અનેક ભૂલ કરે છે. शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् / भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् // 6 // શાસ્ત્રજ્ઞાની અપેક્ષારહિત આપમતિને (સ્વેચ્છાચારીને) શુદ્ધ-બેંતાળીશ દોષરહિત-આહારગોષણાદિક પણ હિતકારક નથી. જેમ ભૌતમતિને હણનાર શબરને તેના પગે સ્પર્શ કરવાનું નિવારણ કરવું હિતકારક નથી. “જીવતા ભૌતમતિને સ્પર્શ ન કરો' એ આજ્ઞા તેની પાસે રહેલા મયૂરપિચ્છના અથ શબરે જેમ તેને મારી તેના પગે સ્પર્શ કર્યા સિવાય મયુરપિચ્છ લેતાં પાળી, તેમ આપમતિને શાસ્ત્રજ્ઞા વિના બાહ્યાચારનું પરિપાલન જાણવું. જે શાસ્ત્રની આજ્ઞા નિરપેક્ષ સ્વેચ્છાચારી છે તેને શુદ્ધબેંતાળીશ દોષરહિત–આહાર ગ્રહણ કરે, કેશને લોચ કરે, પૃથ્વી ઉપર સૂવું, બ્રહ્મચર્ય પાલન કરવું વગેરે પણ હિતકારી થતા નથી-એટલે આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણેની વૃદ્ધિ માટે થતા નથી. જેમ ભૌતમતિ(ભૂતવાદી)ને હણનાર ભિલ્લને પૂજ્ય હોવાથી તેના ગુરુના ચરણને સ્પર્શ નિવારવો તે હિતકારક નથી. 1 રાત્રીશાનિરપેક્ષચ શાસ્ત્રાજ્ઞાની અપેક્ષા રહિત, સ્વચ્છંદમતિને. સુચ્છપ શુદ્ધ ભિક્ષા વગેરે બાહ્યાચાર પણ હતંત્રહિતકારી. ન=નથી. ચા=જેમ. મૌતહતુ =ભૌતમતિને હણનારને. તસ્યતેના. (ભૌતમતિના). પક્ષનિવારણ[=પગે સ્પર્શ કરવાને નિવેધ કરે.