Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 46 નિયાગાષ્ટક | અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હામનાર હેમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાએ પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે”. / कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् // તા અધ્યાય છે 28 આ “જે નિષ્કામ કર્મમાં અકર્મને અને અજ્ઞાનપૂર્વક અકર્મમાં કર્મને જુએ છે, તે મનુષ્યમાં બદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મને કર્તા છે. - ઈત્યાદિ ગીતામાં કહેલ નિશ્ચય નયે સર્વ સાધનને આત્માની તત્પરતાએ જાણવું, પણ નિરંજન બ્રહ્મને કર્મ, તક્લાર્પણ તથા કૃતને એકાતે અકૃતત્વબુદ્ધિ તે તો મિથ્યાત્વ વાસના વિલસિત જ છે. * હે વિદ્વાન ! જે તું બ્રહ્માર્પણ એટલે સર્વ પિતે કરેલા અનુષ્ઠાનને પરમાત્માને અર્પણ કરવું, “આ બધું પરમાત્માએ કર્યું છે, મેં કંઈપણ કર્યું નથી એવી બુદ્ધિને બ્રહ્મયજ્ઞ-જ્ઞાનયજ્ઞમાં અન્તર્ભાવનું એટલે આત્મિક ભાવરૂપ ફળની પ્રાપ્તિનું કારણ માને છે તે તે “આ મેં કર્યું છે એવા કર્તાપણાના અહંકારને બ્રહ્મરૂપ અગ્નિમાં હોમ કરવાથી યુક્ત છે. તાત્પર્ય એ છે કે બ્રહ્મ-શુદ્ધ તીવ્ર ઉપયોગ સહિત જ્ઞાન અને આશંસા રહિત તપરૂપ અગ્નિમાં જ્ઞાનાવરણાદિ કર્મના કર્તાપણુના અભિમાનની આહુતિ આપવી યોગ્ય છે, પણ અગ્નિમાં પશુને હોમ કર યુક્ત નથી.