Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ કર સાનસાર તેથી અરિહંતાદિના શુદ્ધ ગુણનું જ્ઞાન, સંવેદન અને તન્મથતા તે ધ્યાન છે. અર્થાત્ સર્વ શાપથમિક ચેતના અને વિયદિ ગુણનું સ્વરૂપના ઉપયોગમાં લીન થવું તે ધ્યાન કહેવાય છે. તેમાં ધ્યાન કરનાર, ધ્યેય અને ધ્યેયની એકાગ્રતારૂપ ધ્યાનમાં એકતા એટલે નિર્વિકલ્પ સ્થિતિ, તારતમ્યરહિત ચૈતન્યની પરિણતિ તે સમાપત્તિ જાણવી. - દષ્ટાંત વડે સમાપત્તિનું લક્ષણ કહે છે - मणाविर्व प्रतिच्छाया समापत्तिः परात्मनः / क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले // 3 // જેમ મણિને વિષે પ્રતિબિમ્બપડછાયો પડે તેમ ધ્યાનથી અત્યત મળરૂપ વૃત્તિ જેની ક્ષીણ થયેલી છે એવા નિર્મળ અત્તરાત્માને વિશે પરમાત્માની પ્રતિષ્ઠાયા (પ્રતિશિઓ) પડે તે સમાપત્તિ કહી છે. બીજે સ્થળે કહ્યું છે કે "मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् / तात्स्थ्यात् तदअनत्वाच समापत्तिः प्रकीर्तिता" / / ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના 1 અહીં શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજે “મળી વિનું એ પાઠ સ્વીકાર્યો છે, પણ ઉપાધ્યાયજીએ સ્વપજ્ઞ ભાષાર્થમાં “પવિત્ર’ એ જ પાઠ રાખ્યો છે. 2 મળી =મણિની પેઠે. ક્ષીનવૃત્તૌ ક્ષીણ વૃત્તિવાળા. નિમેન્ટ મળ રહિત–શુદ્ધ સત્તરાત્મનિ-અન્તરાત્મામાં. દાનાર=ધ્યાનથી. પ/મન=પરમાત્માનું પ્રતિયા-પ્રતિબિ. મહેય. (તે) સમાપ્તિ = માપતિ (કહી છે).