Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 49 જ્ઞાનસાર भक्तिश्रद्धानघुमृणोन्मिश्रपाटीरजद्रवैः / नवब्रह्माङ्गतो देवं शुद्धमात्मानमर्चय // 2 // દયારૂપ જળથી જેણે સ્નાન કર્યું છે કે, સંતોષરૂપ ઉજ્વલ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપ તિલકથી શેભ, ભાવનાએ કરી જેને આશય પવિત્ર છે એ, ભક્તિ-આરાધન કરવા યોગ્ય છે એવું જ્ઞાન, શ્રદ્ધા-“આજ પરમાર્થ છે એવી બુદ્ધિ તેરૂપ કેસર મિશ્રિત ચન્દનરસ વડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. એ રીતે ભાવપૂજા થાય. દ્રવ્યપૂજાની સામગ્રીનાં રૂપક દ્વારા ભાવપૂજાની ભાવનાના ઉપચારરૂપ ભાવપૂજાણકનું સ્વરૂપ બતાવે છે તેમાં અનેક સાંસારિક ભાવથી ત્રાસ પામેલ ગૃહસ્થ કદાચિત નિર્વિકાર આનન્દસ્વરૂપ જિનમુદ્રાને જોઈ વૈરાગ્યને પ્રાપ્ત થાય છે, અને સંસારથી ઉગ પામી સર્વ અસંયમના ત્યાગને અભિલાષી થઈ પરમ સંવરરૂપ પરમાત્માની સદ્ભક્તિથી પૂજા કરે છે. પોતાના યોગો અને પરિગ્રહાદિકને સર્વથા ત્યાગ કરવાને અસમર્થ છે તે પણ તીર્થકરની ભક્તિ સહિત બધું કર્તવ્ય કરે છે. તેથી આત્મા સ્વગુણને પરિણામી થઈ સ્વરૂપની સાધનારૂપ ભાવપૂજા કરે છે. તેમાં “પૂજા' એ નામથી કહેવું તે નામપૂજા. વસ્ત્રાદિને ધારણ કરવારૂપ તેનાં બાહ્ય લક્ષણોનું આચરણ તે સ્થાપના પૂજા. કરી જેનો આશય પવિત્ર છે એ. મજૂથબ્રાનપુમિત્રાટીન = ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર મિશ્રિત ચન્દનરસ વડે. નવત્રાકૂ =નવા પ્રકારના બ્રહ્મચર્યરૂપ અંગે. શુદ્ધ=શુદ્ધ. સામાનં–આત્મારૂપ. ટેક દેવની. ગર્ચયપૂજા કર.