Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાવસાર 393 તે પાંચ યુગમાં બે કર્મયોગ-ક્યિા અને ત્રણ જ્ઞાનયોગ છે એમ જ્ઞાની પુરુષ જાણે છે. એ પાંચ પ્રકારને ગ વિરતિવંતમાં નિશ્ચયથી હેય છે અને બીજા માર્ગોનુસારી પ્રમુખમાં કેવળ બીજરૂપ હોય છે. મેક્ષસાધનમાં સ્થાન અને વર્ણ એ કમાગ છે એટલે કિયાના આચરણરૂપ છે. કેમકે તે કાયોત્સર્ગાદિ જિનાગમમાં કહેલી ક્રિયા કરવામાં હાથ, પગ અને આસનની મુદ્રારૂપ છે. વિંશતિકામાં કહ્યું છે કે ठाणुनस्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो दुगमित्य कम्मजोगो तहा तिय नाणजोगो उ" // योगविंशिका गा० 2 સ્થાન-કાયેત્સર્ગ, પર્યકબન્ધ અને પદ્માસન વગેરે આસનવિશેષ, ઊર્ણ એટલે શબ્દ, ક્રિયાનુષ્ઠાન વગેરે કરતાં ઉચ્ચારાતા સૂત્રના વર્ણાક્ષરે, શબ્દના અર્થને નિશ્ચય, આલમ્બન–બાહ્ય પ્રતિમાદિનું ધ્યાન, રહિત એટલે રૂપી દ્રવ્યના આલંબન રહિત નિર્વિકલ્પ ચૈતન્યમાત્રની સમાધિ. એમ પાંચ પ્રકારને વેગ શાસ્ત્રમાં કહેલો છે. અહીં સ્થાન અને શબ્દ એ બન્ને કમગ છે. કારણ કે સ્થાન સાક્ષાત્ ક્રિયારૂપ છે અને ઉચ્ચારાતે શબ્દ ઉચ્ચારણના અંશમાં કિયારૂપ છે. અર્થ, આલમ્બન અને આલબન રહિત એ ત્રણ જ્ઞાનેગ છે, કારણ કે અર્થ વગેરે સાક્ષાત્ જ્ઞાનરૂપ છે. એ પાંચ પ્રકારને વેગ દેશવિરતિ (શ્રાવક) અને સર્વવિરતિને અવશ્ય હોય છે. તે મન, વચન અને કાય