Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાનસાર - 395 અહીં પ્રત્યેક યોગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદ છે, તે કૃપા-અનુકંપા, નિર્વેદ-સંસારને ભય, સંવેગ-મોક્ષની ઈચ્છા અને પ્રશામ-ઉપશમની ઉત્પત્તિ કરનારા છે. સ્થાનાદિ વેગના પાંચ પ્રકારને ચારગુણા કરતાં વિશ લે થાય છે. અહીં સ્થાનાદિ પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદ છે. તે અનુક્રમે 'અનુકંપા-દુઃખી પ્રાણીઓને દુઃખથી મુક્ત કરવાની ઈચ્છા, કમળતાના પરિણામ, નિર્વેદ-સંસારને ત્રાસ, ચારગતિરૂપ સંસારને બંધીખાના જેવો જાણ, સંવેગ–મેક્ષની અભિલાષા અને પ્રશમ-કષાયના અભાવરૂપ પરિણામને ઉત્પન્ન કરનારા છે. એવા પ્રકારની પરિણતિવાળા, સંસારથી ઉદ્વિગ્ન થયેલા અને શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવની ઈચ્છાવાળાને ભેગની સાધના થાય છે. વિંશતિકામાં કહ્યું છે કે- 1 અહીં દેવચંદ્રજી મહારાજે જ્ઞાનમંજરી ટીકામાં અનુકંપા વગેરેનાં પરિણામ યોગની ઉત્પત્તિના કારણ છે એમ જણાવ્યું છે, પરંતુ તે સ્વોપ ભાષાર્થ અને યોગવિંશિકામાં જણાવેલા અર્થની સાથે સંગત નથી. अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमु त्ति। एएसिं अणुभावा इच्छाईणं जहासंखं // 4 // અહીં ઈચ્છાદિ વેગનું કાર્ય દર્શાવે છે-દ્રવ્યથી અને ભાવથી દુઃખી પ્રાણુઓના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે અનુકંપા. સંસારનું નિર્ગુણપણું જાણવાને લીધે સંસારરૂપ કારાગૃહથી વિરક્તપણે તે નિર્વેદ, સંવેગ–મોક્ષને અભિલાષ, પ્રથમ-ધરૂપ ખરજ અને વિષયતૃષ્ણાને ઉપશમ. એમ ઈચ્છાદિ વેગના કાર્યો છે. જો કે આગ