Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ યાગાપક vvvvvvvvv v vvvvvvvvvvvvvvv શુભ અશ્વનું કારણ છે. બાધક એટલે અશુદ્ધ અધ્યવસાયરૂપ અતિચાર, તેના ભયને અભાવ, અર્થાત નિરતિચાર ગુણના પાલનરૂપ સ્થિરતા યોગ છે. જ્યાં ક્ષયોપશમ પણ અતિગુણવાળી સાધનામાં પરિણત થયેલ હોવાથી સહજ ભાવે નિર્દોષગુણને સાધક થાય છે તે સ્થિરતા યોગ કહેવાય છે. બીજાઓને પણ શુદ્ધ પરમાત્મભાવરૂપ અર્થની સિદ્ધિમાં સાધન થવું તે સિદ્ધિ કહેવાય છે. કહ્યું છે કેतह चेव एय बाहकचिन्तारहियं थिरतणं नेयं / सव्वं परस्थसाहगलवं पुण होइ सिद्धि ति॥ योगविंशिका गा० 6 સ્થાનાદિ યોગનું પાલન બાધક દોષની ચિન્તારહિત હોય તે સ્થિરતા જાણવી. પ્રવૃત્તિરૂપ યોગ અતિચાર સહિત હેવાથી બાધકની ચિતા સહિત છે, અને સ્થિરતારૂપ યોગ શુદ્ધિવિશેષથી બાધક દેષની ચિન્તારહિત છે. સર્વ સ્થાનાદિ યોગ પિતાનામાં ઉપશમવિશેષ આદિ ફળ ઉત્પન્ન કરતાં સ્થાનાદિ યોગની શુદ્ધિરહિત બીજાઓને પણ તેની શુદ્ધિ કરવા દ્વારા પિતાના જેવા ફળના સાધક થાય તે સિદ્ધિ યોગ. એ હેતુથી જેણે અહિંસાની સિદ્ધિ કરી છે એવા યોગીઓની પાસે હિંસક પ્રાણીઓ પણ હિંસા કરવા સમર્થ થતા નથી. જેણે સત્યધર્મની સિદ્ધિ કરી છે તેની પાસે અસત્યવાદી અસત્ય બેલી શકતા નથી એ સિદ્ધિયોગ સમજ. જ્યાં સુધી ધ્યાનથી એકતા સિદ્ધ ન થાય ત્યાં સુધી ગ અને ઉપયોગની ચપળતાને રોકવા ન્યાસ, મુદ્રા અને વણની શુદ્ધિપૂર્વક આવશ્યક, ચિત્યવન્દન, પ્રત્યુપેક્ષણાદિ