Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 391 કાયાના ત્રણ ગ તે કર્મવૃદ્ધિનું કારણ હોવાથી ગ્રહણ કરવા ગ્ય નથી; પરન્તુ મોક્ષસાધનમાં કારણભૂત શુદ્ધ આત્મભાવથી ભાવિત ચેતના અને વીર્યની પરિણતિના સાધક છ કારકની પ્રવૃત્તિરૂપ ગ ગ્રહણ કરવા ગ્ય છે. ( 3 વિઘજય-ધર્મક્રિયામાં અત્તરાયને દૂર કરનાર પરિણામ તે વિદ્મજય. તે ત્રણ પ્રકારે છે. 1 ભૂખ તરસ ઈત્યાદિ પરિષડા, પ્રવૃત્તિમાં વિઘ છે અને તેને જે પરિણામથી જ થાય તે વિઘજય. સાધુને મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સુધા, તૃષા ઇત્યાદિ પરિષહો પ્રાપ્ત થાય તેને તિતિક્ષા ભાવના વડે સહન કરે તે પ્રથમ વિઘજય. સાધુને શારીરિક રોગે પ્રાપ્ત થાય તે વિચારે કે એ મારા સ્વરૂપના બાધક થતા નથી, પણ માત્રને બાધક છે.” એ ભાવનાથી સમ્યફ ધર્મનું આરાધના કરવામાં સમર્થ થાય તે મધ્યમ વિદ્મજય. મોક્ષમાર્ગમાં પ્રવર્તતા સાધુને મિથ્યાવાદિથી મનોવિભ્રમ થાય તે મિથ્યાવાદિની 4 સિદ્ધિ–અહિસાદિ તાત્વિક ધાર્મિક ભૂમિકાની પ્રાપ્તિ, જેથી અધિક ગુણવાળા પ્રત્યે બહુમાનાદિ, મધ્યમ ગુણવાળા પ્રતિ, ઉપકારની ભાવના અને હીન ગુણવાળા કે નિર્ગુણના પ્રતિ દયા, દાન વગેરેની પ્રવૃત્તિ થાય તે સિદ્ધિ. 5 વિનિયોગ–જે અહિંસાદિ ધાર્મિક ભૂમિકા પ્રાપ્ત કરીને તેને ઉપાય દ્વારા બીજાને પ્રાપ્ત કરાવવી તે વિનિયોગ. એ પ્રમાણે નિશ્ચયનયની દષ્ટિથી પ્રણિધાનાદિ આશયની વિશુદ્ધિ યુક્ત સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર એ. યોગ છે તે પણ વ્યવહારનયથી વિશેષે કરીને સ્થાનાદિમાં રહેલ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે, કારણ કે સ્થાનાદિને વિષે ગપદની પ્રવૃત્તિ શાસ્ત્રસંમત છે.