Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 378 અનુભવાષ્ટક વસાદિ અપરિગ્રહ રૂપ છે અને સંયમને ઉપઘાત કરનાર છે તે પરિગ્રહ છે. - | મમત્વ પરિણામ વડે જેની બુદ્ધિ આચ્છાદિત થયેલી છે એવા મૂચ્છમાં મગ્ન થયેલા પુરુષને પિતાની આધીનતને નહિ પ્રાપ્ત થયેલ સઘળું જગત પરિગ્રહરૂપ જ છે. કારણ કે તેઓ સ્વામીપણામાં અને ભક્તાપણામાં સુખની બુદ્ધિ સહિત છે. જેઓ મૂછરહિત છે અને પુદ્ગલોના ભિન્નપણું અને અગ્રાહ્યપણાથી તેના ત્યાગની બુદ્ધિવાળા છે તેઓને જગત અપરિગ્રહરૂપ છે. કારણ કે તેઓને તેમાં રમણતા નથી. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે-“દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહ કહી શકાય? પણ નિશ્ચયનયની દષ્ટિથી મૂછથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહે છે. તે માટે રાગદ્વેષ રહિતને સંયમના સાધન વસ્ત્રાદિ અપરિગ્રહરૂપ જ છે અને સંયમનો ઉપઘાત કરનાર પરિગ્રહ છે” એ હેતુથી પરભાવમાં રસવૃત્તિ એ પરિગ્રહ છે અને તે તેને ધર્મ નહિ હોવાથી આત્મસ્વરૂપમાં રમણ કરવું યુક્ત છે. 26 अनुभवाष्टक શારદ વિનત્રિખ્યાં રેવતો છૂથના बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः // 1 // 1 ફુવ=જેમ. નિરાત્રિખ્યાં=દિવસ અને રાત્રિથી. સંધ્યા=સંધ્યા. પૃથ-જુદી છે. તેમ) જેવકૃતયો: કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી, પૃથક