Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 388 અનુભવાષ્ટક નયચક્રમાં ચાર દિશાઓ કહી છે-૧ ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિદશા મિથ્યાષ્ટિને હેાય છે 2 સ્વમાવસ્થા સમ્યગ્દષ્ટિને, 3 જાગ્રદશા પ્રમત્ત અને અપ્રમત્ત મુનિને અને 4 ઉત્તરાચેથી ઉજાગરદશા ધ્યાનમાં રહેલાને હોય છે, તથા ઉત્તરોત્તરી દશા સાગી કેવલીને હોય છે. વિંશતિકામાં કહ્યું છે કે-સુષુસિદશા તીવ્ર મેહનિદ્રાથી ભ્રમિત ચિત્તવાળાને હોય છે, પરંતુ અનુભવજ્ઞાનીને હેતી નથી. કારણ કે અનુભવજ્ઞાની મેહરહિત છે અને સુષુપ્તિદશામાં રહેલ જીવ મેહમય છે, તેથી અનુભવજ્ઞાનીને સુષુપ્તિદશા નથી. તવના અનુભવીને સ્વપ્રદશા અને જાગ્રશા પણ નથી, કારણ કે એ વિકલ્પચેતનાના શિલ્પ-વિજ્ઞાનને અભાવ છે. તેથી એ બન્ને દશારૂપ નથી. માટે અનુભવ એ ચોથી જ દશા કહેવા યોગ્ય છે. જો કે ચોથી દશા કેવલજ્ઞાનીને છે, તે પણ યથાર્થ કૃતભાવનાથી ભાવિત ચેતનાવાળાને કેવલજ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી અને સ્વરૂપથી ચોથી દશા જ કહી શકાય. કારણ કે ત્યાં સુષુપ્તિ, સ્વમ કે જાગ્રદશાને સંભવ નથી. તેથી અનુભવ જ સમાધિનું કારણ છે. હવે ગ્રન્થર્તા સિદ્ધાન્ત દર્શાવે છે– अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रहशा मुनिः / स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति // 8 // મુનિ શાસદષ્ટિથી સઘળું શબ્દબ્રહ્ના જાણીને અનુભવ 1 મુનિ=મુનિ રાત્રદા=શાસ્ત્ર દષ્ટિવડે. કવિદં=સમસ્ત. રાષ્ટ્રશબ્દબ્રહ્મને. અધિપત્ય જાણીને અનુભવેન અનુભવ વડે. સ્વતંત્ર