Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 380 અનુભવાષ્ટક વાચન, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા સ્વર, અક્ષર અને વ્યંજનથી શુદ્ધ હોય, પણ અનુપ્રેક્ષા (મનન) રહિતને દ્રવ્યશ્રુત કહ્યું છે અને અનુપ્રેક્ષા એ ભાવથ્થત છે. તેથી ભાવકૃત એ સંવેદનરૂપ છે, પણ તત્ત્વને જણવનારું નથી. સ્પર્શરૂપ જ્ઞાન તાવિક છે. 'સ્પર્શજ્ઞાન અને સંવેદનજ્ઞાન એમ બે પ્રકારનાં જ્ઞાન પૂજ્ય હરિભદ્રાચાર્યે કહ્યાં છે. તેમાં સ્પર્શજ્ઞાન અનુભવજ્ઞાનીને હોય છે. તેનું લક્ષણ યોગદષ્ટિ સમુચ્ચયને અનુસાર આ પ્રમાણે છે __ "यथार्थवस्तुखरूपोपलब्धि-परभावारमण-तदाखादनकત્વમકુમવા. યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પરભાવમાં રમણતાને અભાવ–સ્વરૂપમાં રમણતા અને તેના આસ્વાદનમાં તન્મથતા તે અનુભવ અર્થાત હેય (તજવા ગ્ય) અને આસ્વાદ કરવારૂપ અનુભવ છે. તે નામ, રથાપના, દ્રવ્ય અને ભાવથી ચાર પ્રકારે છે. તેમાં “અનુભવ” એવું કેઈનું નામ હોય તે નામઅનુ१ स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् / वन्ध्यमपि स्यादेतत् स्पर्शस्त्वक्षेपतत्फलदः // વસ્તુના સ્વરૂપનું જ્ઞાન તે સ્પર્શજ્ઞાન, અને વસ્તુ સ્વરૂપના જ્ઞાન રહિત, કંઈક જાણવા છતાં પણ ન જાણ્યું હોય તેવું નિષ્ફળ સંવેદન જ્ઞાન છે. સ્પર્શજ્ઞાન તે વગર વિલંબે સ્વસાધ્યરૂપ ફળને આપનારું છે.