Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર 3% જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી છે, તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરુ દયરૂપ અનુભવ પંડિતાએ દીઠો છે. એટલે મતિ-સુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવલજ્ઞાનથી અવ્યવહિત (અન્તર રહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કહે છે. તેનું બીજું નામ પ્રાભિજ્ઞાન છે. શ્રુત અભ્યાસ અને પરિગ્રહને ત્યાગ વગેરે પણ અનુભવજ્ઞાનવંતને મેક્ષનાં સાધક થાય છે, પણ અનુભવજ્ઞાન રહિતને મેક્ષનાં કારણે થતા નથી, માટે તેનું પ્રતિપાદન કરવા અનુભવાષ્ટકનું નિરૂપણ કરવામાં આવે છે.' અનુભવ રહિત જ્ઞાન પાણી અને દૂધના જેવું છે અને અનુભવયુક્ત જ્ઞાન અમૃતના સમાન છે. માટે વાસ્તવિક જ્ઞાન તે અનુભવજ્ઞાનીને હોય છે. અનુગદ્વારમાં કહ્યું છે કે “વાથTI--વિષ્ણુ-મહા સગાવવાणसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयं, अणुप्पेहा भावसुयं"। ભિન્ન. વાળો =કેવલજ્ઞાનરૂપ સૂર્યનાં અણદય સમાન. મનુ. મવઃ=અનુભવ. 3 =જ્ઞાની પુરુષોએ. દીઠે છે. 1 उदक-पयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवाख्यातम् / विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन // षोडशक 10 श्लो० 13 મહાન ગુરૂઓએ પુરુષોને સમ્યજ્ઞાન પાણી સમાન, દૂધસમાન અને અમૃત તુલ્ય કહેલું છે. તે વિધિમાં પ્રયત્નવાળું અને અવશ્ય વિષય-તૃષ્ણાને દૂર કરનારું છે. તેમાં શ્રુતજ્ઞાન સ્વચ્છ અને સ્વાદિષ્ટ પાણીના જેવું, ચિત્તાજ્ઞાન દૂધના સ્વાદ જેવું અને અનુભવજ્ઞાન અમૃતના જેવું છે.