Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 348 ભગાષ્ટક - વ્યવહારનયે મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે, અને પોતાના આત્માની રતિરૂપનિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારને ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે, કારણ કે “મોક્ષે સર્વત્ર નિષ્પો નસામ” - મેક્ષ અને સંસારમાં ઉત્તમ મુનિ નિસ્પૃહ હોય છે, એવું શાસ્ત્રવચન છે. તત્ત્વજ્ઞાની મુનિ નરકનિગોદાદિ સંસારના દુઃખના ભયથી વ્યવહારનયે નિર્દોષ આહારાદિ ક્રિયાની પ્રવૃત્તિમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે અને પિતાને આત્મામાં રમણતારૂપ સમાધિમાં એટલે જ્ઞાનાનન્દ વગેરેમાં સંસારને ભય પણ અંદર વિલીન થાય છે. આત્મસ્વરૂપમાં જ ભય વિનાશ પામે છે. આત્મધ્યાનની લીલામાં લીન થયેલાને સુખદુઃખની સમાનાવસ્થામાં ભયને અભાવ જ હોય છે. તેથી સંસારથી ઉદ્વિગ્ન થયેલા, પ્રથમ જ્ઞાન, દર્શન અને ચારિત્રાચારના અભ્યાસથી યેાગ અને ઉપગની સ્થિરતા કરીને સ્વરૂપની અનન્તતારૂપ સ્યાદ્વાદતત્વની એકતારૂપ સમાધિમાં વર્તતા મુનિને બધેય સમભાવ હોય છે. કારણ કે “ઉત્તમ મુનિઓ મેક્ષ અને સંસારમાં નિઃસ્પૃહ હોય છે. માટે સ્વરૂપમાં લીન થયેલા અને સમાધિમાં મગ્ન થયેલાને નિર્ભયતા હોય છે. તેથી વસ્તુ સ્વરૂપના નિશ્ચય વડે વિભાવથી ઉત્પન્ન થયેલા કર્મના ઉદયરૂપ પરસંગથી ઉત્પન્ન થયેલા સંસારમાં નિર્વેદ (ઉદાસીનતા) કરવા યોગ્ય છે.