Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 358 શાયાષ્ટક આ પ્રમાણે છે–જેમાં એકાતિક અને આત્યંતિક રાગ દ્વેષાદિ કલેશરહિત, નિરામય–ગરહિત પરમાત્મપદનું સાધન સ્યાદ્વાદ પદ્ધતિએ ઉપદેશ કરવામાં આવેલું હોય તે શાસ્ત્ર, તે જૈનશાસનરૂપ છે. પરન્તુ આ લોક સંબધી શિક્ષારૂપ ભારત અને રામાયણાદિ શાસ્ત્ર કહેવાતા નથી. જૈનાગમ પણ સમ્યગ્દષ્ટિરૂપે પરિણમેલ શુદ્ધ વક્તાને જ મોક્ષનું કારણ થાય છે અને મિથ્યાષ્ટિને તે સંસારનું કારણ થાય છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે - "दुवालसंगं गणिपिडगं सम्मत्तपरिग्गहि सम्मसुअं, मिच्छत्तपरिग्गहियं मिच्छसुयं" // “દ્વાદશાંગ ગણિપિટક સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું તે સમ્યક કૃત અને મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું તે મિથ્યાશ્રત કહેવાય છે. પૂજ્ય જિનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે કે - "सदसदविसेसणाओ भवहेऊ जहडिओवलंभाओ। નાળામાવાયો મિચ્છાતિદિન વગા” | “સદ્ અને અને વિવેક નહિ હોવાથી, સંસારનું કારણ હેવાથી, સ્વછંદપણે જાણવાથી અને જ્ઞાનનું ફળ વિરતિ નહિ હોવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. જીવાજીવાદિ દ્રવ્યો અને તેના ગુણ-પર્યાયના જ્ઞાનપૂર્વક સર્વ આવોને ત્યાગ કરનારને પણ નિશ્ચયિક શ્રદ્ધા થવાથી સમ્યગ્દર્શન થાય છે. યથાર્થ સ્વ-પરના ભેદજ્ઞાન વડે જાણેલ સ્વરૂપના ઉપાદેય પણા અને પરસ્વરૂપના હેયપણાના વિજ્ઞાનપૂર્વક નિમિત્ત અને ઉપાદાન કારણના નિશ્ચયરૂપ શુદ્ધ અને અવિનશ્વર પિતાના સિદ્ધસ્વરૂપની પરિણતિમાં ધર્મની