Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 346 ભાઠેગાષ્ટક wwwwwwwwwwwwwwwinninirinin કન્યા પરણવા માટે રાધાવેધ સાધવામાં તત્પર થયેલે રાજકુમાર ઉપયોગ અને યુગમાં સ્થિરતા હોવાથી લઘુલાઘવી કળાયુક્ત સ્થિર ચિત્તવાળો થાય છે, તેમ મુનિ સંસારભ્રમણ અને ગુણેના આવરણ આદિ મહાદુઃખથી ભય પામી સમિતિ, ગુપ્તિ, ચરણસિત્તરિ અને કરણસિત્તરિ રૂપ ક્રિયામાં એકાગ્ર ચિત્તવાળા થાય છે. કહ્યું છે કે - . "गाइजंतीसुरसुंदरीहिं वाइजंता वि वीणमाईहिं। तह वि हु समसत्ता वा चिटुंति मुणी महाभागा॥ पव्ययसिलायलगया भावसिएहिं कंडुफासेहिं।। उजलवेयणपत्ता समचित्ता हुंति निग्गंथा॥ . आमिसलुद्धेण वणे सीहेण य दाढवक्कसंगहिया। तह वि हु समाहिपत्ता संवरजुत्ता मुणिवरिंदा" // “દેવાંગનાઓ ગાન કરતી હોય અને વીણા પ્રમુખ વાદિત્રો વાગતાં હોય તે પણ મહાભાગ્યયંત મુનિઓ સમાન ચિત્તવૃત્તિવાળા હોય છે. પર્વતની શિલા ઉપર રહેલા નિર્ચ ભાવથી શીત પણ પ્રતિકૂલ ટાઢ, તાપ વગેરેના સ્પર્શથી તીવ્ર વેદનાઓ પામવા છતાં સમાધિને પ્રાપ્ત થયેલા હોય છે. - વનમાં માંસમાં લુબ્ધ એવા સિંહની વક દાઢમાં સપડાએલા હોય તો પણ સંયુક્ત મુનિવરો સમાધિને પ્રાપ્ત થયેલા હોય છે.” આવા પ્રકારને કમને વિપાક પ્રાપ્ત થયે નિર્ગ નિર્ભય કેમ હોય છે તેનું કારણ દર્શાવે છે–