Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ છે કે “જેમ કૃષિનું ફળ ધાન્યની પ્રાપ્તિ છે તેમ દાનાદિ કિયાનું ફળ લેવું જોઈએ. કારણ કે બધી ક્રિયા ફળવાળી છે. તે દાનાદિ ક્રિયાનું ફળ કર્મ છે. જે તું એમ માને કે દાનાદિ ક્રિયાનું ફળ મનની પ્રસન્નતા આદિ છે, પરંતુ અદષ્ટ કમરૂપ ફળ માનવાની જરૂર નથી, તે મનની પ્રસન્નતા વગેરે પણ ક્રિયારૂપ હોવાથી તેનું ફળ પણ માનવું જોઈએ. તેનું જે ફળ છે તે કર્મ છે. જેથી તે કર્મના પરિણામરૂપ સુખ-દુઃખ ફળ વારંવાર અનુભવાય છે ઈત્યાદિ અગ્નિભૂતિના વાદસ્થળે જાણવું. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. બંધાયેલા અને બંધાતા કર્મવર્ગણાના સત્તામાં રહેલા પુદ્ગલે અથવા કર્મબન્ધનાં કારણે તે દ્રવ્યકર્મ. જ્ઞાનાવરણાદિ વિપાકને પ્રાપ્ત થયેલા, ગુણને રોકવા આદિ પિતાના કાર્યરૂપે પરિણમેલા પુદ્ગલે તે ભાવકર્મ. નિગમનયથી મિથ્યાત્વાદિ બન્ધહેતુને ઉત્પન્ન કરૂ નાર અન્યદર્શનીને પરિચય, પ્રશંસા વગેરે કર્મ કહેવાય છે. સંગ્રહનથી કર્મબન્ધની રેગ્યતા સહિત જીવ અને પુદ્ગલો કર્મ કહેવાય છે. વ્યવહારનયથી ગ્રહણ કરાતી કામણગણાને સમુદાય અને હિંસા વગેરે કર્મ કહેવાય છે. બાજુસૂત્રનયથી બન્ધના હેતુરૂપે પરિણમેલા અથવા સત્તામાં રહેલા કર્મના પુગલે, શબ્દનયથી ઉદિત થયેલા, ઉદીરણ પૂર્વક વિપાકને પ્રાપ્ત થયેલા પુદ્ગલે, સમભિરૂઢનયથી જ્ઞાનાદિ અનન્ત ગુણેમાં જે ગુણેને રેધ થાય છે તેનું આવરણ કરનારા પુદ્ગલે, અને એવભૂત