Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ vvvvvvvvvvvvvvvvvv 324 સર્વસમૃદ્ધયાષ્ટક રત્નત્રયીરૂપે પરિણમેલા યેગીને કૃષ્ણ કરતાં શું ઓછું છે? અર્થાત એગી કૃષ્ણ સમાન છે. સામાન્ય અને વિશેષ રૂપ વસ્તુમાં વિશેષના બોધરૂપ જ્ઞાન અને સામાન્ય ધરૂપ દર્શન, તે રૂપ ચન્દ્ર-સૂર્ય જેનાં નેત્ર છે એવા યેગી છે અને કૃષ્ણના ચન્દ્ર અને સૂર્ય એ બન્ને નેત્રો છે એવી લોકોક્તિ છે. યોગી નરકગતિનું નિવારણ કરનારા છે અને કૃષ્ણ નરકાસુરને નાશ કરનાર છે. ગી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતારૂપ સમાધિથી ઉત્પન્ન થયેલા આત્મિક સુખમાં મગ્ન છે અને કૃષ્ણ ઈન્દ્રિયજન્ય સુખની લીલાના સમુદ્રમાં મગ્ન છે. અથવા કૃષ્ણ સમુદ્રમાં શયન કરતા હોવાથી સાગરમાં મગ્ન છે. માટે આધ્યાત્મિક સુખની પરિણતિના ભાજન સાધુ કૃષ્ણથી કેઈ પણ રીતે ઉતરતા નથી. यो सृष्टिब्रह्मणो बाह्या बाह्यापेक्षावलम्बिनी। मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका // 7 // જે બ્રહ્માની સૃષ્ટિ બાહ્ય પ્રપંચગોચર (બાહ્ય જગતસંબન્ધી) અને બાહ્ય કારણની અપેક્ષાને અવલખે છે અને મુનિની અંતરંગ ગુણની સૃષ્ટિ રચના પરની અપેક્ષા રહિત છે, તેથી તે બ્રહ્માની સૃષ્ટિથી અધિક છે. અહીં ઉપમાનથી ઉપમેય અધિક છે. 1 ચ=જે. બ્રહ્મા =બ્રહ્માની. છ =સૃષ્ટિ છે. (તે) વાહ્યા=બહુ જગતરૂપ. (અને) વાહ્યાપેક્ષા =બાહ્ય કારણની અપેક્ષા રાખનાર છે. મુને મુનિની. ચન્તાસૃષ્ટિ =અંતરંગ ગુણની સૃષ્ટિ. પાનપેક્ષાર બીજાની અપેક્ષા રહિત છે.) તતઃ=તેથી, અધિ=અધિક છે.