Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાર ૩રપ જે વિધાતાની સૃષ્ટિની રચના બાહ્ય-કેક્તિરૂપ અસત્ય છે અને બાહ્ય કારણની અપેક્ષા રાખનારી છે. સ્વરૂપસાધનની સિદ્ધિમાં મગ્ન થયેલા મુનિની આત્મામાં વ્યાપકરૂપ ગુણેની સૃષ્ટિ એટલે ગુણેના પ્રગટભાવની પ્રવૃત્તિની પરિણતિરૂપ છે તે બાહ્યભાવથી અધિક છે અને પરની અપેક્ષા રહિત છે. અર્થાત્ પરાશ્રયના આલમ્બનથી રહિત અને સ્વરૂપનું અવલંબન કરવામાં તત્પર મુનિના ગુણની રચના છે. તેથી તે બાહ્યસૃષ્ટિથી અધિક છે. रत्नस्त्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी। सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी // 8 // ત્રણ પ્રવાહ વડે પવિત્ર ગંગા નદીની જેમ ત્રણ રસ્તે વડે પવિત્ર અરિહંતની પદવી પણ સિદ્ધગવાળા સાધુને અતિ દૂર નથી, કારણ કે સિદ્ધાગને સમાપત્તિ આદિના ભેદે તીર્થંકરનું દર્શન થાય છે એમ કહ્યું છે– मुरुभक्तिप्रभावेन तीर्थकृद्दर्शनं मतम् / समापयादिभेदेन निर्वाणैकनिबन्धनम् // ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ધ્યાનો ભેદ કરીને તીર્થકરનું દર્શન થાય છે એમ માનેલું છે, આદિ 1 ફુવં=જેમ. ત્રિમ =ત્રણ. સ્રોતોમ=પ્રવાહ વડે. પવિત્રા પવિત્ર. નાહવી ગંગા છે. (તેમ) ત્રિમ રત્ન =ત્રણ રત્નો વડે. ત્રા=પવિત્ર. સા= તે. નર =ીકરપદવી. વિ=પણ. રીચ =અત્યન્ત દૂર નથી.