Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 326 કર્મવિપાકચિન્તનાષ્ટક તીર્થકર પદની પ્રાપ્તિ થાય તે પણ ગ્રહણ કરવું, તે નિર્વાણનું મુખ્ય કારણ છે, અષ્ટાંગ યોગના સાધનમાં સિદ્ધ થયેલા મુનિને અનન્ત જ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ અને આઠ મહાપ્રાતિહાર્ય સહિત, જગતમાં ધર્મને ઉપકાર કરનારી અરિહંતની પદવી પણ અતિ દૂર નથી. જેમ ગંગા ત્રણ પ્રવાહ વડે પવિત્ર છે તેમ અરિહંતની પદવી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ન વડે પવિત્ર છે. ત્રણ લેકને ઉપદેશ દ્વારા અદ્ભુત પરમાર્થને લાભ કરાવનાર ઈત્યાદિ અતિશય યુક્ત અરિહં. તની પદવી પણ યથાર્થ માગને પ્રાપ્ત થયેલા સાધક પુરુષને અતિ દૂર નથી, પરંતુ નજીક જ છે. તેથી કર્મની ઉપાધિથી થયેલ બધા વિભાવેને છોડીને પિતાના ત્રણ રનની સાધના કર્તવ્ય છે, જેથી સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 21 कर्मविपाकचिन्तनाष्टक दुःखं प्राप्य न दीनः स्यात् सुखं प्राप्य च विस्मितः। मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् // 1 // મુનિ કર્મના શુભાશુભ પરિણામને પરવશ થયેલા જગતને જાણતા દુ:ખ પામીને દીન ન થાય અને સુખ પામીને વિસ્મયવાળા ન થાય, 1 મુનિ =સાધુ. વિઘાર કર્મના વિપાકને, પરવશંકપરાધીન થયેલા. વાત=જગતને. ગા=જાણતા. સુરં=દુ:ખને. પ્રાપ્ય પામીને. હીન: દીન. ન ચાતકન થાય. =અને. સુવં=સુખને. પ્રાપ્ય પામીને. વિમિત =વિસ્મયયુક્ત. (ન થાય)