Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાસાર 19 વિષયમાં પ્રવૃત્તિરૂપ બાહ્ય દષ્ટિના વિસ્તારને રોકવામાં આવે છે ત્યારે સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધ આત્માના અનુભવમાં લીન થયેલા મહાત્માઓને પ્રગટ થયેલી સર્વ સમૃદ્ધિ આત્માની અંદર જ ભાસે છે. જેમકે હું આનન્દસ્વરૂપ, નિર્મલ, અખંડ, સર્વ પ્રકાશક જ્ઞાનવાળા અને અક્ષય અનઃ પર્યાયની સંપત્તિને યોગ્ય છું, ઈન્દ્રાદિની ઋદ્ધિ તે માત્ર ઔપચારિક છે, એમ સ્વસત્તાના જ્ઞાનના ઉપગવાળા મહાત્માને પિતાના આત્મામાં સર્વ સમૃદ્ધિ ભાસે છે. ઈન્દ્રિયની વિષયમાં પ્રવૃત્તિથી અસ્થિર ઉપગવાળા પુરુષોને કર્મના આવરણથી ઢંકાયેલી આત્માની સંપત્તિ જણાતી નથી. તેથી ઉપયોગની બાહ્ય વિષયમાં પ્રવૃત્તિ કરવા ગ્ય નથી. समाधिनन्दनं धैर्य दम्भोलिः समता शची। ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः // 2 // ધ્યાતા, ધ્યાન અને દયની એકતારૂપ સમાધિ તે જ નદનવન છે, જેનાથી પરિષહરૂપ પર્વતની પાંખ દાય એવું બૈર્યરૂપ વજ છે, સમતા-મધ્યસ્થ પરિણતિ એ જ ઈન્દ્રાણી છે અને સ્વરૂપના બોધરૂપ જ્ઞાન એ જ મહાવિમાન છે, એમ મુનિને આવી ઇન્દ્રની લક્ષ્મી છે. સ્વરૂપજ્ઞાનના અનુભવમાં લીન થયેલા મુનિને ઈન્દ્રની 1 રામસિમાધિરૂપ. નન્દનં નન્દન વન. બૅન્ચે ધર્યરૂપ. ટ્રમોટિ=વજ. સમત=સમભાવ રૂપ. રાવ=ઈન્દ્રાણી. ર=અને સાનં= સ્વરૂપના અવબોધરૂપ. મહાવિમાનં મેટું વિમાન. ચં આ. વાસવશ્રી = ઇન્દ્રની લક્ષ્મી. =મુનિને છે.