Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનાષ્ટક વડે ત્રણ પુંજ કરીને સમ્યકત્વ પુંજ વેદતે પ્રથમ ક્ષયે પશમ સમ્યક્રવ પામે છે અને કર્મગ્રન્થના મતે ત્રણ કરણ કરીને પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે અને ત્રણ પુંજ કરે છે. માટે ગ્રન્થિભેદથી ઉત્પન્ન થએલું જ્ઞાન તપાગી છે, અને તેને અન્ય વિકલ્પની આવશ્યક્તા નથી. मिथ्यात्वशैलपक्षच्छिद ज्ञानदम्भोलिशोभितः। निर्भयः शक्रवद योगी नन्दत्यानन्दनन्दने // 7 // મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર અને જ્ઞાનરૂપ વજવડે શોભાયમાન શકની જેમ નિર્ભય યોગી આનન્દરૂ૫ નન્દનવનને વિશે ક્રીડા કરે છે-સુખને અનુભવે છે. મોક્ષના કારણભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ યોગવાળા યેગી શક-ઈન્દ્રની પેઠે આત્માના સહજ આનન્દરૂપ નન્દન વનને વિશે ક્રીડા કરે છે, જેમ ઈન્દ્ર વજીવડે પર્વતની પાંખ કાપનાર કહેવાય છે તેમ યોગી જ્ઞાન રૂપ વાવડે મિથ્યાત્વ રૂપ પર્વતની પાંખે કાપી નાખે છે. એથી સમ્યકત્વ પામવાના સમયે યથાપ્રવૃજ્યાદિ ત્રણ કરણપૂર્વક અન્તરકરણ કરીને ઔપશમિક સમ્યકત્વ પામે છે અને ત્રણ પુંજ પણ અવશ્ય કરે છે. ઔપશમિક સમ્યકત્વથી પડી શુદ્ધ પુંજને ઉદય થવાથી ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે, મિશ્રપુંજને ઉદય થાય તે મિશ્રદષ્ટિ અને અશુદ્ધપુંજનો ઉદય થાય તે મિથ્યાદષ્ટિ થાય છે. 1 મિથ્યાત્વાક્ષછિમિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર. જ્ઞાનમોરિોમિત =જ્ઞાનરૂ૫ વજથી શોભિત. નિર્મા: ભયરહિત યોf= ગવાળો. રાવત ઈન્દ્રની પેઠે. માનન=આનન્દરૂપ નન્દનવનમાં નન્વતિ=સુખ અનુભવે છે.