Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ વિવેકાષ્ટક ~ ~-~ કર્તા વડે (ત્રિય) જે કરાય એ વ્યુત્પત્તિથી તે કર્મ કહેવાય છે. તે ક્રિયા ઘટ પ્રત્યે કર્તાના વ્યાપારરૂપ છે અને તે ઘટ ' કાર્યનું કારણ છે એ પ્રસિદ્ધ છે. અહીં કોઈ પ્રશ્ન ક કે અહીં કુંભાર જ ઘટ કરતે જણાય છે, પણ ઘટ : રામાં પ્રવર્તતી કોઈ કિયા તે દેખાતી નથી. તેને ઉત્તર એ છે કે ચેષ્ટારહિત કુંભાર પણ ઘટ કરી શકતો નથી, તેથી જે કુંભારની ચેષ્ટા છે તે ક્રિયા છે, તે તે ઘટનું કારણ કેમ ન હોય? અથવા કર્તાને ઘટે કરે ઈષ્ટ હોવાથી ઉત્પન્ન કરાતે ઘટ જ કર્મ છે. જે એમ છે તે તે કાર્ય જ છે અને કાર્ય હોય છે કારણ કેમ હોય ? કેમકે અત્યન્ત તીણ સોયને અગ્રભાગ પણ પિતાને વિધી શકતું નથી. તેથી કાર્યરૂપે ઉત્પન્ન થતો ઘટ પિતાનું કારણ થાય તે અયુક્ત છે. એ પ્રશ્નનું સમાધાન એ છે કે ઘટબુદ્ધિનું કારણ હવાથી ઘટ કારણ છે. તાત્પર્ય એ છે કે બધા ય મનુષ્ય બુદ્ધિમાં સંકલ્પ કરીને ઘટાદિ કાર્ય કરે છે એવે વ્યવહાર છે. તેથી બુદ્ધિમાં સંકલ્પ કરેલા ઘટનું કરવાને ઈરછેલો માટીને ઘટ ઘટબુદ્ધિના અવલબનરૂપે કારણ છે જ. અહીં એ શંકા કરવી યોગ્ય નથી કે ઘટ ઉત્પન્ન થયેલે નહિ હોવાથી અસત્ છે અને અસત્ (અવિઘમાન) ઘટ બુદ્ધિના અવલંબનરૂપે કારણ કેમ થાય? તેને ઉત્તર એ છે કે દ્રવ્યરૂપે ઘટ સદા વિદ્યમાન છે. આ પ્ર–જે માટીના કાર્યરૂપ ઘટ છે, તેના કારણને વિચાર અહીં પ્રસ્તુત છે અને બુદ્ધિમાં કપેલે ઘટ તેથી ભિન્ન છે અને તેથી બુદ્ધિમાં વિચારેલા ઘટના કારણનું કથન અપ્રાસંગિક છે.