Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 280 નિયામક વસ્તુની સત્તામાં નિર્ભયપણું છે. કારણ કે સત્તા વાસ્તવિક રીતે અવિનાશી છે. વ્યવહારનય વડે કર્મના ઉદયમાં લીન નહિ થનાર ધીરપુરુષને નિર્ભયતા છે. જુસૂત્રનયથી નિર્ચન્થ-દ્રવ્ય-ભાવરૂપ પરિગ્રહરહિત મુનિને નિર્ભયતા છે. શબ્દનય વડે આત્મધ્યાનમાં રહેલા મુનિને નિર્ભયતા છે. સમભિરૂઢતયથી કેવલજ્ઞાનીને નિર્ભયતા છે અને એવંભૂતનય વડે અવિનાશી સર્વગુણે પ્રગટ થવાથી સિદ્ધ ભગવંતને નિર્ભયતા છે. અહીં યથાર્થ આત્મસ્વરૂપને જાણનારા અને ઔદયિક (કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા) ભાવમાં મમત્વરહિત મુનિને સાધનમાં નિર્ભયતા હોય છે, તેથી અહીં નિર્ભયાષ્ટકની વ્યાખ્યા કરવામાં આવે છે– જેને પરની અપેક્ષા-પરાશ્રય કે પરની આશા નથી અને જે સ્વભાવની એકતા પ્રતિ જનારા એટલે કેવળ આત્મસ્વભાવમાં રહેનારા છે તે મહાપુરુષને ભય, ત્રાસ, જાતિબ્રમ, લાંતિ-ખેદની પરંપરાને નાશ કેમ ન હોય? અર્થાત તેના ભયાદિ દોષો નાશ પામે છે. પરવસ્તુનું સંરક્ષણ કરવામાં પરની આશા વગેરેથી ભય ઉપજે છે. પણ જે પરભાવથી નિસ્પૃહ છે, તેને પરભાવમાં મમત્વ નહિ હોવાથી ખેદ કયાંથી થાય ? भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना। सदा भयोज्झितज्ञानसुखमेव विशिष्यते // 2 // 1 મિયગ્રસ્ટનમમના=ઘણું ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા.