Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः। तस्य किं नु भयभ्रान्तिक्लान्तिसन्तानतानवम्॥१॥ જેને પરની અપેક્ષા નથી અને સ્વભાવના અદ્વૈતનેએપણને પ્રાપ્ત કરનાર છે એટલે કેવળ આત્મસ્વભાવની પ્રાપ્તિવાળા છે તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરં. પરાનું અલ્પપણું કેમ ન હોય. અર્થાત તેને ભયની ભ્રાન્તિથી થતો ખેદ અલ્પતાને પામે છે. - મધ્યસ્થપણામાં સ્થિરતા નિર્ભયને થાય છે, ભયમોહનીયના ઉદયથી પરિણામની ચંચલતા થાય છે, તેથી ભય તજવા ગ્ય છે. આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને અવિનાશી છે અને તેથી તે નિર્ભય જ છે. તેના નામ અને સ્થાપનાર્તિક્ષેપ સુગમ છે. સાત પ્રકારના ભય રહિત દ્રવ્યનિર્ભય છે અને કમબન્ધના કારણરૂપ વિભાવ પરિણતિથી રહિત ભાવનિર્ભય છે. બધાના હેતુરૂપ રાગ-દ્વેષને પરિણામ આત્માની સત્તાને રેકનાર નવીન કર્મને બન્ધ કરનાર હોવાથી મહાભયરૂપ છે, તે સંવરપરિણામની પરિણતિવાળાને હેતે નથી. નગમનાય વડે સર્વ દ્રવ્ય નિર્ભય છે, સંગ્રહનયથી 1 ચJ=જેને. પાપેક્ષા=બીજાની અપેક્ષા નથી. (અને સ્વમાવાત ITમના સ્વભાવની એકતાને પ્રાપ્ત થનારા. તeતેને. મયગ્રાતિ નિતસત્તાનતાનવં=ભયની ભ્રાન્તિથી થયેલ ખેદની પરંપરાનું અપપણું હિં =કેમ ન હોય?