Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 2% માધ્યસ્થાપક પરભાવમાં રાગદ્વેષરહિત આત્મસ્વભાવની અનુકલતા એ જ સાધન છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - "आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यते। यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति // आत्मानमात्मना वेत्ति मोहत्यागात् यदात्मनि / तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् / / आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते। तपसाऽऽप्यात्मविज्ञानहीनश्छेत्तुं न शक्यते॥ सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् / आत्मा यदपृथक्वेन लीयते परमात्मनि"॥ અથવા મુનિને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આ આત્મા જ શરીરમાં રહે છે. મેહનો ત્યાગથી આત્મા આત્મામાં આત્માને જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ્ઞાન છે અને તે દર્શન છે. આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. તે દુઃખને આત્મજ્ઞાનરહિત છ તપથી પણ છેદી શકતા નથી. આત્મા જેથી અભિન્નપણે પરમાત્મામાં લીન થાય છે તે સમરસભાવ છે, અને તે આત્મા અને પરમાત્માની એકતા કરવારૂપ માનેલ છે.