Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ~~~~ ~~~ ~~~ ~~ ~~ જ્ઞાનસાર ~ ~ ~ અવલંબન કરીને) ક્ષમા, નમ્રતા, સરલતારૂપ પરિણતિવાળા, શુદ્ધ જ્ઞાનમાં રમણ કરનારા, દ્રવ્ય અને ભાવથી મુક્તિ (નિર્લોભતા) યુક્ત અને પરમ અકિંચન (નિષ્પરિગ્રહરૂપ) ધર્મસહિત સાધુને ભય હોતું નથી. કેશિગૌતમાધ્યયનમાં કહ્યું છે કે - "एगप्पा अजिए सत्तू कसाया इंदियाणि अ। ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी॥ रागदोसादओ तिव्वा नेहपासा भयंकरा। ते छिंदित्तु जहानायं विहरामि जहक्कम"। ઉત્તર બ૦ 23 જા. 28-43. એક આત્મા જ નથી તો તે શત્રુરૂપ છે. તેમ કષાય અને ઈન્દ્રિયે જીત્યા ન હોય તે તે પણ શત્રુ છે. તે બધાને જીતીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અપ્રતિબદ્ધપણે વિચરૂં છું.” તીવ્ર રાગ-દ્વેષાદિ તથા પુત્ર કલત્રાદિના સ્નેહ સંબ ભયંકર પાશ છે. તેને છેદીને ન્યાયપૂર્વક યથાક્રમે વિચરું છું” તથા નમિરાજર્ષિનું વચન છે કે - "बहु खु मुणिणो भदं अणगारस्स भिक्खुणो। सव्वओ विप्पमुक्कस्स एगत्तमणुपस्सओ" / / 32/050 2.. - બાહ્ય અને અન્તર પરિગ્રહથી સર્વથા મુકાયેલા અને આત્માની એકતાનું પર્યાલચન કરતા મુનિ (જ્ઞાની) ગૃહસ્થાશ્રમના ત્યાગી ભિક્ષુને અત્યન્ત સુખ હોય છે.