Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ માથાષ્ટક મૈત્રીભાવના સર્વ વિષે છે, તે પણ પ્રવૃત્તિને અનુકૂલ ભાવના અપુનર્બન્ધકાદિ આશ્રિત જ કહી છે. | સર્વ મૈત્રી, પ્રમોદ અને કરુણાદિ ભાવનાઓમાં મધ્યસ્થ દષ્ટિ વડે અપુનર્બન્ધકાદિને વિષે ચારિસંછવિની ચરાવવાના દૃષ્ટાન્તથી કલ્યાણ ઈચ્છીએ છીએ. અપુનર્બન શ્વકનું સ્વરૂપ પૂજ્ય હરિભદ્રસૂરિના વચનથી 'જાણવું. આદિ ચિન્તા ન કર, હું તારા પતિને જડી ખવરાવી બળદ બનાવી દઈશ. બ્રાહ્મણપુત્રી જડી આપીને તેના ઘેર ગઈ. પાછળથી તે સ્ત્રીએ જડી ખવરાવી પોતાના પતિને બળદ બનાવી દીધા. પતિ બળદ બનવાથી તેની પત્ની ઘણી દુઃખી થઈ. તે હમેશાં પોતાના બળદરૂપ પતિને ચરાવવા લઈ જતી હતી અને તેની સેવા-સુશ્રુષા કરતી હતી. એક દિવસે તે વડના ઝાડની નીચે બેસી બળદને ચરાવતી હતી ત્યારે એક વિદ્યાધરનું યુગલ વડની શાખા ઉપર બેસી આરામ લેતું હતું. તે બન્નેની વાતચિતના પ્રસંગે વિદ્યાધર બોલ્યો કે આ સ્વભાવથી બળદ નથી, પણ જડી ખવરાવવાથી પુરુષ મટીને બળદ થયેલો છે. જે તેને સંજીવની નામે જડી ખવરાવવામાં આવે તો તે બળદ મટીને ફરીથી પુરુષ થાય. તે સંજીવની આ વડની નીચે જ છે. તે સાંભળી તે સ્ત્રીએ બળદને સંજીવની ચરાવવાનો વિચાર કર્યો, પરંતુ તે સંજીવનીને ઓળખતી નહોતી, તેથી તેણે વડની નીચેની બધી વનસ્પતિ બળદને ચરાવી દીધી. તે બધી વનસ્પતિની સાથે સંજીવની ખાવામાં આવી હેવાથી બળદનું રૂપ ત્યાગ કરી તે ફરીથી મનુષ્ય થયો. 1 જે તીવ્ર ભાવથી પાપ કરતા નથી તે અપુનર્ધક, તેને એક પુગલ પરાવર્તથી અધિક સંસાર હેત નથી. શુકપણું વગેરે ભવાભિનન્દી દોષોનો ક્ષય થવાથી શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા ગુણવાળો અપુનબંધક છે. માર્ગપતિત અને ભાર્માભિમુખ એ અપુનર્બન્ધકની જ અવસ્થાવિશેષ છે. માર્ગ એટલે સાપને