Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર ર૭૫ ગમ ઉપર આદર નથી, અથવા કપિલાદિ મુનિઓનાં શાસ્ત્ર ઉપર પારકા હોવાથી કેવળ દ્વેષથી અનાદર છે એમ નથી, પરન્તુ મધ્યસ્થ દષ્ટિ વડે યથાર્થ વસ્તુસ્વરૂપની પરીક્ષા કરીને જિનાગમનો આશ્રય કરીએ છીએ. કારણ કે તે સમ્યજ્ઞાનનું કારણ છે અને નિત્ય, અનિત્ય આદિ અનન્ત વસ્તુધર્મના કથનમાં તેનું અવિરોધીપણું છે. તથા અન્ય આગમ વસ્તુના સ્વરૂપનું નિરૂપણ વિપર્યાસ સહિત કરતા હોવાને લીધે પરીક્ષામાં ટકી શકે તેમ નહિ હોવાથી તજવા યોગ્ય ધારી તેને ત્યાગ કરીએ છીએ, પણ શ્રેષમાત્રથી ત્યાગ કરતા નથી. मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु / चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् // 8 // બધા અપુનબંધકાદિને વિષે-આદિ શબ્દથી માર્ગો ભિમુખ-માર્ગની સન્મુખ થયેલા, માર્ગપતિત-માર્ગને પ્રાપ્ત થયેલા, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિને વિષે–મધ્યસ્થ દષ્ટિવડે, સંજીવિનીને ચારે ચરાવવાના ન્યાયથી–અજાણપણે સંજીવિની પાળે ચરાવતાં જેમ પશુ ટાલી મનુષ્ય કરે તે દુષ્ટાન્ત-હિત ઇચ્છીએ છીએ. યદ્યપિ 1 સર્વેy=બધા. પુનર્વવિપુ=અપુનર્બન્ધકાદિમાં. મથયા= મધ્યસ્થ. દશ=દષ્ટિ વડે. વારિસંનવનીચરચાચા સંજીવનીને ચારે ચરાવવાના દષ્ટાન્નથી. હિતં કલ્યાણ. મારાહ્મદે ઈચ્છીએ છીએ. ર સ્વસ્તિમતી નગરીમાં એક બ્રાહ્મણની પુત્રી અને તેની અત્યન્ત પ્રીતિપાત્ર સખી રહેતી હતી. પરંતુ વિવાહ થવાથી તે બન્નેને જુદા જુદા સ્થળે રહેવાનું થયું. એક વાર બ્રાહ્મણની પુત્રી સખીને મળવા માટે તેના ઘેર ગઈ. સખીએ કહ્યું કે મારો પતિ મારે આધીન ન હોવાથી હું બહુ જ દુ:ખી છું. બ્રાહ્મણપુત્રીએ સખીને કહ્યું કે તું