Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર विभिना अपि पन्थान: समुद्रं सरितामिव / मध्यस्थानां परं ब्रह्म प्राप्नुवन्त्येकमक्षयम् // 6 // જેમ નદીઓના જુદા જુદા પણ માગે સમુદ્રને પ્રાપ્ત કરે છે, તેમ અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ પ્રમુખ મધ્યસ્થાના જિનકલ્પ અથવા સ્થવિરકત્પાદિક ભિન્ન ભિન્ન માર્ગો, એક, ક્ષયરહિત, ઉત્કૃષ્ટ બ્રા એટલે સર્વ પ્રપંચધ વિશિષ્ટ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. દ્રવ્ય આચરણથી માંડીને શુકલધ્યાન સુધીના અનેક પ્રકારના ભિન્ન ભિન્ન સાધનની પદ્ધતિઓ, સાધનના ઉપાય જિનકલ્પ-સ્થવિરક૯પાદિક હોવા છતાં પણ અપુનર્બન્ધક સમ્યગ્દષ્ટિ પ્રમુખ મધ્યસ્થ ભાવમાં વર્તતા પુરૂષોને એક ક્ષયરહિત શાશ્વત પરબ્રા પ્રાપ્ત થાય છે. આથી બધા સાધનના ઉપાયો એક શુદ્ધ આત્મસ્વરૂપમાં મળે છે. કારણ કે સર્વ મુમુક્ષુઓનું એક જ સાધ્ય છે. જેમ નદીઓના ભિન્ન ભિન્ન માર્ગો હોવા છતાં તેઓ સમુદ્રને મળે છે, તેમ તત્ત્વમાં એકત્વ પરિણતિવાળા સાધકેનું સર્વ સાધન શુદ્ધ આત્મભાવને મળે છે. માટે રાગદ્વેષના અભાવરૂપ મધ્યસ્થપણું હિતકારક છે. स्वाग रागमात्रेण द्वेषमात्रात् परागमम् / 1 મધ્યસ્થાન=મધ્યસ્થના. વિમિજા =જુદા જુદા પણ. સ્થાન =માર્ગો. g=એક. અક્ષયે ક્ષય રહિત, પર–ઉકૃષ્ટ, ત્રહ્મ પરમાત્મસ્વરૂપને. પ્રાપનુવતિ=પ્રાપ્ત કરે છે. રૂ=જેમ. સરિતાં નદીઓના. (જુદા જુદા માર્ગો) સમું સમુદ્રને મળે છે. 2 વામં પોતાના શાસ્ત્રને. રામ-કેવળ રાગથી. ન થયા - 18