Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ર૭૨ માધ્યસ્થાષ્ટક વિષે આસક્ત કરવું સારું છે. પરને વિશે મન તે ચિતાસ્વરૂપ હોય અને આત્માને વિષે સમાધિસ્વરૂપ હાય એટલો વિશેષ છે. જ્યાં સુધી પરના દેષ અને ગુણ ગ્રહણ કરવામાં મન પ્રવર્તે છે ત્યાંસુધી મધ્યસ્થ-સમભાવનું આસ્વાદન કરવામાં રસિકપુરૂષે તેને આત્મસ્વરૂપના ચિન્તનમાં વ્યગ્રરેકવું આત્માને આધિન કરવું એ શ્રેષ્ઠ કાર્ય છે. તે વખતે અમૂર્ત ષણ્ણું હાનિ-વૃદ્ધિરૂપે પરિણામ પામતા અગુરુલઘુના ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ આત્મસ્વરૂપના ચિન્તનમાં પ્રવૃત્તિ કરવી અને અન્ય ગુણોના સહકારની પ્રવૃત્તિનું ચિન્તનાદિ કરવું. તે ચિન્તનમાં વ્યગ્ર થયેલા જીવને સાંસારિક ગુણ–દેષના વિચારને અવકાશ જ હેતું નથી. તેથી જ નિર્ચન્હો બાર ભાવનાઓને વિચાર કરે છે, દ્રવ્યાનુયેાગના ગ્રન્થને અભ્યાસ કરે છે, સ્વભાવ અને વિભાવના પરિણામ સંબધે પ્રશ્ન કરે છે, આવરણ સહિત અને આવરણ રહિત આત્મસ્વરૂપનું અવલોકન કરે છે, કર્મબન્ધના હેતુઓથી થપેલા પરિણામને વિભાગ કરે છે, અશુદ્ધ નિમિત્તોને ત્યાગ કરે છે, નિક્ષેપને વિચાર કરે છે, નયના અનુગ (વિચાર)ને સમન્વય કરે છે, ધ્યાનાદિમાં તન્મય થાય છે જેથી અનાદિ વિભાવને અનુસરેલી ચેતના અને વીર્યની પ્રવૃત્તિ વડે પરસ્વરૂપનું ઉપાદેયપણું ગ્રહણ કરેલું હોવાથી પારકાના દેષ અને ગુણના અવલોકન વડે અશુદ્ધ ચિન્તન થાય છે તેનું નિવારણ કરવા માટે સ્યાદ્વાદને અવલંબી પંચાસ્તિકાયના સ્વરૂપના અવલોકનથી અજીવના હેયપણાનું અને જીવતત્ત્વના ઉપાદેયપણુનું જ્ઞાન કરવા ગ્ય છે.