Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ * * * * * * * * * * * * * * 242 વિવેકાષ્ટક વ્યાખ્યા કરી. નયમાં નિપુણ પુરૂ નયાન્તરને પણ આશ્રયી. વ્યાખ્યા કરવી. જે આત્માના કર્તાપણું વગેરે વ્યાપાર વિભાગ કરવામાં કુશલ પુરુષ એક પિતાના આત્મદ્રવ્યમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણરૂપ છે કારકનો અભેદરૂપ સંબન્ધ કરે છે તે પુરુષને જડ પુદ્ગલમાં મગ્ન થવાથી અવિવેક-અજ્ઞાનરૂપ જ્વરની વિષમતા કયાંથી હોય? “નરિમનવા' એવું પાઠાન્તર છે. જડતામૂઢતાના વેગથી અવિવેકરૂપ વિષમજવર કેમ હેય? “નર્ટમનાત’ જ્વરવાળાને જળથી સ્નાન કરવાને લીધે અથવા નરિમનવા” જતા-ઠંડીના વેગથી વિષમ જવરની ઉત્પત્તિ થાય છે. એ શ્લેષ છે. અહી છ કારકની વ્યાખ્યા વિશેષાવશ્યક ભાષ્યને અનુસરીને કરવામાં આવે છે. આત્મા કર્તા છે અને જે આત્મા કર્તા છે તે બીજા કારકના સમુદાય સહિત જ છે. સ્વગુણના પરિણમનરૂપ જ્ઞપ્તિ-જાણવાની ક્રિયાને કરનાર હવાથી આત્મા કર્તા છે. જ્ઞાનાદિ અનન્તગુણની પ્રવૃત્તિ કાર્ય (કર્મ) છે, ગુણો કરણરૂપ છે, ઉત્પાદરૂપ ગુણપર્યા નું પાત્ર હોવાથી આત્મા સંપ્રદાન છે, નાશ પામેલા પર્યાના વિશ્લેષ-વિયેગનું સ્થાન હોવાથી આત્મા અપાદાન છે, તથા અનન્તગુણ પર્યાયને આધાર હોવાથી આત્મા અધિકરણ છે. આત્મા, આત્મામાં, આત્મસ્વરૂપને, આત્મા વડે, આત્મા માટે, આત્માથી પરિણમનની વૃત્તિથી કરે છે. પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે