Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર મુનિની માધ્યસ્થ ભાવની પરિણતિ તે ભાવમાધ્યસ્થ કહેવાય છે. પ્રથમના ચાર નયની અપેક્ષાએ દ્રવ્યમાધ્યસ્થ છે અને છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ સાધન કરવાના અવસરે સાધના રૂપ ભાવમાધ્યસ્થ છે. વીતશગને સર્વ અન્ય છે અને પુદ્ગલના સમુદાયમાં રાગ અને દ્વેષના અભાવરૂપ એ સિદ્ધમાધ્યસ્થ ઉત્સર્ગથી એવભૂતનયની અપેક્ષાએ છે. હવે ભાવમાધ્યસ્થ સંબધે કહે છે– હે ઉત્તમ પુરુ, કુયુક્તિરૂપ કાંકરા નાંખવા વડે એકાન્ત અજ્ઞાનથી રંગાયેલા અજ્ઞાનીના વસ્તસ્વરૂપથી નિરપક્ષ વચનરૂપ ચપલપણું તજે. ત્યારે શું કરવું? તે બતાવે છે–મધ્યસ્થ રાગદ્વેષ રહિત સાધક આત્મારૂપે થઈને અન્તરાત્મા વડે સાધક દશામાં દોષ ન લાગે તેવી રીતે રહો. અહીં મધ્યસ્થને સ્વભાવના ત્યાગરૂપ ઉપાલંભ સમજો. मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति / तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमन कपिः॥२॥ મધ્યસ્થ પુરૂષનો મનરૂપ વાછડે યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષને મનરૂપ વાંદર તેને પુછડા વડે ખેંચે છે. જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે અને કદાગ્રહીનું ચિત્ત શુદ્ધિની કદર્થના કરે એ અર્થ છે. 1 મીચ=મધ્યસ્થ પુરુષને. મનોવ=મનરૂપ વાછડે. યુનિવી યુક્તિરૂપ ગાયની. અનુવતિ પાછળ દોડે છે. તુછી મનઃવપતુચ્છ આગ્રહવાળા પુરુષને મનરૂપ વાંદરે. તાંત્રયુક્તિરૂપ ગાયને પુચ્છન=પુંછડા વડે. ગાર્ષતિ-ખેંચે છે.