Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 266 મધ્યસ્થા કહેનારા તે શબ્દથી ભાવરૂપ વાગ્યે અર્થને વિષે પ્રવૃત્ત થયેલ અધ્યવસાય તે સામ્પત નય કહેવાય છે. કારણ કે શબ્દને વાચ્ય અર્થ ભાવ જ છે અને તેનાથી જ ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે. સમરિહ–હવે સમભિરૂઢનયનું લક્ષણ દર્શાવે છે. વિદ્યમાન–વર્તમાન પર્યાયને પ્રાપ્ત થયેલા ઘટાદિ અર્થમાં અસંક્રમ એટલે તેને છોડીને બીજા પર્યાય શબ્દના અર્થમાં શબ્દની પ્રવૃત્તિ ન કરે તે સમભિરૂઢ નય. જેમકે વિદ્યમાન ચેષ્ટારૂપ ઘટને છેડીને બીજા કુટાદિ પદાર્થને કહેવાનું ઘટશબ્દનું સામર્થ્ય નથી. કારણ કે ઘટશબ્દનું અભિધેય ચેષ્ટારૂપ ઘટ જ છે. જે ઘટશબ્દને અભિધેય–વાચ્ય કુટારિરૂપ અર્થ હેય તે પૂર્વે કહેલા સંકરવાદિ દોષ ઉપજે. અન્ય શબ્દને અર્થ અન્ય શબ્દથી કહી શકાય નહિ. એમ અસંકમ–અન્ય શબ્દની અન્ય અર્થમાં સંક્રમ–પ્રવૃત્તિ ન થવારૂપ અર્થની ગવેષણ કરવામાં તત્પર સમરૂિઢ નય કહેવાય છે. એવભૂત-એવંભૂત નયનું સ્વરૂપ કહે છે. વ્યંજનશબ્દ અને તેના અર્થનું સંઘટન કરનાર એવંભૂતનય છે, એટલે વ્યુત્પત્તિના અર્થના સંબન્ધથી નિયત થયેલા અને બેધ કરનાર એવંભૂતનય કહેવાય છે. ઘટ એ શબ્દ તે ચેષ્ટામાં પ્રવૃત્ત થયેલા, જલ લાવવા અને ધારણ કરવામાં સમર્થ અને વાચક છે અને જલાદિને લાવવાની ચેષ્ટા કરતે હોય ત્યારે જ ઘટ કહેવાય છે. પણ ચેષ્ટાથી નિવૃત્ત થયેલ ઘટ કહેવાતું નથી. એ પ્રમાણે શબ્દનું યથાર્થપણું સ્વીકારનાર અધ્યવસાય એવંભૂતનય કહેવાય છે. આ