Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર શુદ્ધ આત્મસ્વભાવમાં રુચિવાળે થતા સર્વ આસવને રોકી પરમાત્મભાવનો સાધક થાય છે. માટે સ્વ–પરના ભેદજ્ઞાનરૂપ વિવેક કરવા યોગ્ય છે. स्थीयतामनुपालम्भं मध्यस्थेनान्तरात्मना / कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् // 1 // શુદ્ધ અતરંગ પરિણામે રાગ-દ્વેષને બને પડખે રાખી મધ્યસ્થ થઇને ઉપાલંભ (ઠપકે) ન આવે તેવી રીતે રહે, કુતર્ક-યુક્તિરૂપ કાંકરા નાંખવાથી બાલ્યાવસ્થાની ચ૫લતાને ત્યાગ કરે. કુતરૂપ કાંકરા નાંખવાથી ઘણાને ઠપકો ખા પડે છે. વિવેકી રાગદ્વેષ રહિત હોય છે, અને તેથી શુભાશુભ સંગમાં મધ્યસ્થ રહે છે. માટે અહીં મધ્યસ્થપણાનું સ્વરૂપ બતાવે છે–અહીં ધર્મધ્યાનના આલંબનરૂપ ભાવનાના ચાર પ્રકાર છે–૧ મેત્રી, 2 પ્રદ, 3 કરુણા અને માધ્યસ્થ. કહ્યું છે કે - "मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते // अपास्ताशेषदोषाणां वस्तुतत्वावलोकिनाम् / गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः॥ 1 કતરાત્મના=શુદ્ધ અંતરંગ પરિણામે. મધ્યસ્થન=(રાગદ્વેષને બન્ને પડખે રાખી) મધ્યસ્થ થઈને. અનુપારમૅ=ઉપાલંભ (ઠપકે) ન આવે તેવી રીતે. થીયતાં રહો. કુતરક્ષે =કુતર્કકુયુક્તિરૂપ કાંકરા નાંખવાથી. વાવમૂલ્યાવસ્થાની ચપલતાને. ચક્યતાં ત્યાગ કરો.