Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર - 250 રહિત સર્વ વસ્તુમાં રહેલ વર્તમાનકાળ જ સત્ય છે, પણ અતીત અનાગત સત્ય નથી. એ દશનમૂલક વર્તમાનવાદી નાસ્તિકાદિની માન્યતા છે કે “ખાઓ, પીઓ, આનન્દ કરો, એટલે ઈન્દ્રિયોને ગેચર છે એટલે જ લેક છે ઈત્યાદિ. જુસૂત્રના સૂક્ષ્મ એક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર સૂમ જુસૂત્ર અને મનુષ્યાદિ સ્કૂલ વર્તમાન પર્યાયગ્રાહી સ્થલ કાજુસૂત્ર કહેવાય છે. શબ્દનય–સામાન્ય અને વિશેષ પરિણતિરૂપ ક્ષાપશમિક અને ઔદયિકાદિ પર્યાયગ્રાહી શબ્દનાય છે. આ નય અર્થકૃત વસ્તુની વિશેષતાને નિષેધ કર્યા સિવાય શબ્દકૃત અર્થની વિશેષતાને માને છે. જે કેવળ અર્થને આધીન વિશેષતા હોય અને શબ્દકૃત વિશેષતા ન હોય તે ઘટના વર્તમાન કાળે કઈ પણ જાતની વિશેષતા રહિત જ ઘટ હોય અને કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને સ્વામી વગેરેની વિશેષતાને ન પામે, તેથી ઘ૮ વરત ઘટને દેખે છે, ઈત્યાદિ કારકથી કરાયેલા વ્યવહારને લેપ થાય. માટે શબ્દનય સમાન લિંગાદિવાળા શબ્દથી પ્રગટ કરાયેલ વસ્તુને જ સ્વીકારે છે, અને બીજા અર્થને સ્વીકારતા નથી. પુરુષ 1 અમેિન ઘનેરમેટું પ્રતિપદ્યમાનઃ રાષ્ટ્ર” કાળ, કારક, લિંગ, સંખ્યા (વચન), પુરૂષ અને ઉપસર્ગના ભેદથી શબ્દના અર્થને ભેદ માનનાર શબ્દ નય છે. જેમકે સુમેરુ પર્વત હો, છે અને હશે. અહીં અતીત, વર્તમાન અને ભવિષ્યકાળને ભેદ હેવાથી શબ્દનય સુમેરુ પર્વતને ભિન્ન ભિન્ન માને છે, પરંતુ તે દ્રવ્યરૂપે અભિન્ન છે તેની ઉપેક્ષા કરે છે. ઘટ કરે છે, ઘટ કરાય છે. અહીં કતી અને કર્મકારકના ભેદથી ઘટ ભિન્ન છે. કુવો અને કુઈ. અહીં